નસીબ હોય તો એલેક્સ કેરીની જેવું... બોલ સ્ટમ્પ પર અથડાયો, બેઇલ ફરી છતા નોટ આઉટ

PC: crictracker.com

હાલમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. જ્યાં વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયાને સારી ટક્કર આપી રહ્યું છે. આ મેચમાં એલેક્સ કેરી જે રીતે બોલ્ડ થવાથી બચ્યો તે દ્રશ્ય જોવા જેવું હતું.

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ બ્રિસ્બેનના ઐતિહાસિક ગાબા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં કેરેબિયન ટીમ યજમાન ટીમને સારી ટક્કર આપી રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને બોર્ડ પર 311 રન બનાવ્યા. ત્યાર પછી તેણે માત્ર 54 રનમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટો પાડી દીધી હતી. જો કે ત્યારપછી ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીએ 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 65 રનની સારી ઇનિંગ રમી હતી. પરંતુ તે પણ જલ્દી આઉટ થઇ જાતે જો વિકેટ પરની બેલ્સ જમીન પર પડી ગઈ હોતે તો.

હા, ખરેખર, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. બોલ સ્ટમ્પ સાથે અથડાયો. પરંતુ તેની પરની બેલ્સ જમીન પર પડી ન હતી, જેના કારણે બેટ્સમેન અણનમ રહ્યો હતો. તો ચાલો આ ઘટના વિશે વિગતવાર જાણીએ.

હકીકતમાં, શમર જોસેફ વેસ્ટ ઈન્ડિઝ માટે ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 15મી ઓવર ફેંકી રહ્યો હતો. એલેક્સ કેરી ઓવરના બીજા બોલ પર સ્ટ્રાઇક પર હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટે 72 રન હતો. શમારે કેરીને શોર્ટ ઓફ લેન્થ બોલ ફેંક્યો, જેના પર કેરી સંપૂર્ણ રીતે બીટ થઇ ગયો. એટલું જ નહીં પરંતુ બોલ સ્ટમ્પ પર પણ અથડાયો પણ હતો. તેની પરની બેલ્સ ફરી પબ હતી પણ નીચે પડી નહીં.

બોલ બેલ્સનો સંપર્ક કરતો સીધો વિકેટકીપર પાસે નીકળી ગયો. સ્ટેમ્પ પરની બેલ્સ જામીન ન પડવાને કારણે કેરીને આઉટ કરવામાં આવ્યો ન હતો. કેરીનું નસીબ ઘણું સારું નીકળ્યું. અન્યથા તે બોલ પર તેનું આઉટ થવાનું નિશ્ચિત જણાતું હતું. આ સમગ્ર મામલે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સિવાય જો મેચની વાત કરીએ તો, પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 311 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 289 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. હવે કેરેબિયન ટીમ બીજા દાવમાં 37 ઓવર બાદ 3 વિકેટે 111 રન પર રમી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ પાસે હાલમાં 137 રનની લીડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp