સંજીવ ગોયન્કા સાથેના વિવાદ બાદ રાહુલે પહેલીવાર મ્હો ખોલ્યું, કહી આ વાતો

PC: abplive.com

ઈન્ડિયન પ્રીમિયર લીગની 48 નંબરની મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (SRH) વચ્ચે 8 મેના રોજ રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે રમાઈ હતી. આ મેચમાં SRHએ LSGને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં LSGના કેપ્ટન KL રાહુલ અને ટીમના માલિક સંજીવ ગોયન્કા વચ્ચે થયેલી વાતચીતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી હતી.

હવે, આ વિવાદના લગભગ એક અઠવાડિયા પછી, લખનઉ ટીમના માલિક સંજીવ ગોયન્કાને લઈને KL રાહુલનો એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં KL રાહુલે 8મી મેના રોજ થયેલી કથિત ઝઘડા પછી પહેલીવાર એક વીડિયોમાં ટીમના માલિક સંજીવ ગોયન્કા અને લખનઉની ટીમ વિશે વાત કરી છે. જ્યારે, તેણે દર્શકોને ટીમને સમર્થન આપવા માટે સ્ટેડિયમમાં આવવાની અપીલ કરી.

KL રાહુલે આ વીડિયોમાં કહ્યું છે કે, નવી ફ્રેન્ચાઈઝી તરીકે છેલ્લા બે વર્ષ અમારા માટે સારા રહ્યા છે. અમારી ટીમમાં નવા કોચ જસ્ટિન લેંગર છે. આ સાથે, અમારી પાસે ટીમના માલિક તરીકે સંજીવ ગોએન્કા છે, તેમણે ખૂબ જ સ્પર્ધાત્મક ફ્રેન્ચાઇઝી બનાવી છે. ટીમનું સંતુલન શાનદાર છે.

KL રાહુલે વીડિયોમાં પ્રશંસકોને આગળ સંબોધતા કહ્યું કે, તેઓએ ટીમને સમર્થન આપવા આવવું જ જોઈએ, જેમ તમે પહેલા કર્યું છે. જ્યારે તમે ટીમ માટે જોરથી ઉત્સાહ આપો છો, ત્યારે તે મોટો ફરક પાડે છે.

આ અગાઉ, KL રાહુલ વિશે એવી અટકળો ચાલી રહી હતી કે, ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથેના વિવાદ પછી તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. ત્યાં સુધી કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યની મેચોમાં તેને કદાચ કેપ્ટનશિપ આપવામાં નહીં આવે. હકીકતમાં તે મેચ પછી સંજીવ ગોએન્કાના વર્તન પર સવાલો ઉઠી રહ્યા હતા. SRH vs LSG મેચ પછી KL રાહુલ સંજીવ ગોયન્કા સામે લાચાર દેખાતા હતા.

વિડિયો જોતી વખતે, કોમેન્ટેટર્સ પણ એવું કહેવાથી ન ચુક્યા કે, આવી વાતચીત ડ્રેસિંગ રૂમની અંદરના બંધ રૂમમાં થવી જોઈએ. KL રાહુલ સાથેની વાતચીતમાં ગોએન્કા ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો.

હવે આ મામલે લખનઉ ટીમના સહાયક કોચ લાન્સ ક્લુઝનરે કહ્યું હતું કે, આ કોઈ મોટી વાત નથી, પરંતુ સામાન્ય વાત છે. આ સમગ્ર મામલાને લઈને મીડિયા ચેનલ સાથે વાત કરતા ક્લુઝનરે કહ્યું હતું કે, મને બે ક્રિકેટ પ્રેમીઓ વચ્ચેની આ પ્રકારની વાતચીતમાં કોઈ સમસ્યા દેખાતી નથી. તે આપણા માટે ચા પર જોરદાર ચર્ચા જેવું છે. અમારા માટે આ કોઈ મોટી વાત નથી. અહીં તમને જણાવી દઈએ કે, લખનઉની ટીમે 12માંથી 6 મેચ જીતી છે. તે હજુ પણ પ્લેઓફની રેસમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp