હું તારી સર્જરી જોઈ લઇશ,’ ધોનીએ મેદાનમાં ઘૂસીને ગળે લગાવનાર ફેનને કેમ કહી આ વાત?

PC: freepressjournal.in

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને ત્રીજી વખત ટ્રોફી પર કબજો કર્યો. આ ફાઇનલ 26 મેના રોજ ચેન્નાઈમાં થઈ હતી, પરંતુ આ સીઝનમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ખરાબ રનરેટના કારણે પ્લેઓફમાં એન્ટ્રી કરતા ચૂકી ગઈ. પરંતુ આ સીઝનમાં ધોની સાથે એક અજીબ ઘટના બની હતી. ગુજરાત ટાઈટન્સ (GT) સામે અમદાવાદમાં રમાયેલી મેચ દરમિયાન એક ફેન મેદાનમાં ઘૂસી ગયો હતો.

તે ધોનીને પગે પડ્યો હતો અને ગળે પણ લાગ્યો હતો. હવે એ ફેનનું એક ઇન્ટરવ્યૂ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ફેનનું નામ જય જાની બતાવવામાં આવી રહ્યું છે. તેણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મેદાન પર તેણે ધોની સાથે લગભગ 21 સેકન્ડ વાત કરી. આ દરમિયાન ધોનીને જણાવ્યું કે, તેને નાકની સમસ્યા છે, જેની સર્જરી થવાની છે. તેના પર ધોનીએ તેણે કહ્યું કે, તે તેની સર્જરી જોઈ લેશે. જયએ કહ્યું કે, હું તો પોતાનામાં ખોવાયેલો હતો.

માહીભાઇ દોડ્યા, તો મને લાગ્યું કે તેઓ જતા રહેશે. મને મળવા નહીં આવે, તો મેં હાથ ઉઠાવીને સરેન્ડર કરી દીધું અને બોલ્યો સર.. તો માહિભાઈ બોલ્યા અરે હું તો મસ્તી કરી રહ્યો છું યાર. હું તો પાગલ થઈ ગયો અને સીધો પગમાં પડી ગયો  અને આંસુ આવવા લાગ્યા. પછી સીધો હગ કરી લીધો (ગળે લગાવી લીધો). એ ફિલિંગ હું શું બતાવું. ધોનીના ફેને જણાવ્યું કે, માહીભાઈએ મારા ખભા પર હાથ રાખી દીધો અને હું તો ત્યાં જ પીગળી ગયો.

તેમણે કહ્યું કે, તારા શ્વાસ કેમ ફૂલી રહ્યા છે? મેં કહ્યું કે દોડ્યો અને કૂદ્યો એટલે. નાકની પરેશાની પણ છે. પછી માહીભાઈ બોલ્યા કે હું એ સંભાળી લઇશ. તારી નાકની પરેશાની છે એ હું સંભાળી લઇશ. મેં કહ્યું કે, મારી નાકની સર્જરી છે. હું તમને મળવા માગતો હતો. ત્યારબાદ સર્જરી કરાવવા માગતો હતો. પછી માહીભાઈએ કહ્યું કે તારી સર્જરીનું હું જોઈ લઇશ. તારી નાકની પરેશાનીને હું જોઈ લઇશ.  જયએ કહ્યું કે, 21 સેકન્ડ મેં વાત કરી. સ્ટેડિયમમાં પૂરો અવાજ હતો, પરંતુ સ્પીડથી વાત થઈ રહી હતી.

ધોની બોલ્યા તને કંઇ નહીં થાય, ગભરાઈશ નહીં. હું તને કંઇ થવા નહીં દઉં. આ લોકો (સિક્યોરિટી) તને કંઇ નહીં કરે, ગભરાઈશ નહીં. મારી આંખોના તો આંસુ જ બંધ થઈ રહ્યા નહોતા. એક ગાર્ડે મારા ગાળા પર હાથ નાખીને પકડ્યો તો, માહીભાઇએ કહ્યું કે, તેને કંઇ ન કરતા. વ્યવસ્થિત વ્યવહાર કરો. બીજા ગાર્ડે મને કમરથી પકડ્યો તો ધોનીએ તેનો હાથ હટાવ્યો અને કહ્યું કે, તેને કંઇ ન કરતા. તેને કંઇ ન કરતા, આ વાત 3 વખત બોલ્યા (ધોની). હું બાઉન્સરને જોઈને ડરી ગયો અને માહીભાઈને જોરથી પકડી લીધા. તેમણે બાઉન્સરને કહ્યું કે, તેને નાકની સમસ્યા છે, શ્વાસ ફૂલી રહ્યા છે, તેને કંઇ ન કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp