જ્યારે ધોનીએ યુવરાજને સવાલ પૂછવા અંગે કહ્યું- ‘મને પકડીને મારશે.’

PC: indiatvnews.com

ભારતીય ટીમનો પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહની બોન્ડિગ ભારતીય ટીમમાં હંમેશાં જબરદસ્ત રહી છે. એવામાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ યુવરાજ સિંહની બોન્ડિગ ખૂબ જ ખાસ હતી. આ જોડીએ ભારતીય ટીમને પોતાના દમ પર ઘણી મેચ જીતાડી. તો મેદાન બહાર પણ આ બંને વચ્ચેની મિત્રતા ખૂબ સારી દેખાઈ. જોકે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે યુવરાજ મીડિયાના તીખા સવાલોનો જવાબ આપી રહ્યો હતો તો મહેન્દ્ર સિંહ ધોની પણ પત્રકારો સાથે બેઠો હતો અને જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને કહેવામાં આવ્યું કે, તું યુવરાજને સવાલ પૂછ તો તેણે કંઈક આવું રીએક્શન આપ્યું હતું.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઘાતક ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલોનો જવાબ આપી રહ્યો હતો એ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પત્રકારો સાથે બેઠો નજરે પડ્યો. એક પત્રકારે યુવરાજને પ્રશ્ન કરતા પૂછ્યો કે, ‘બેટ્સમેનના મનમાં કોઈ ડર રહે છે કે જો 1-2 મેચ ન ચાલ્યા તો ટીમમાં જગ્યા નહીં રહે?’ આ સવાલનો જવાબ આપતા યુવરાજ સિંહે કહ્યું હતું કે, ‘મારી 260 મેચ થઈ ગઈ છે ભાઈ સાહેબ, જો એવો ડર હોત તો હું ક્યારનો બહાર થઈ ગયો હોત.’

તો જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને કહેવામાં આવ્યું કે તું પણ યુવરાજને સવાલ કર, તો આ અનુસંધાને મહેન્દ્ર સિંહ ધોનીએ યુવરાજ સિંહને લઈને કહ્યું કે, ‘મને પકડીને મારશે.’ એમ બોલીને મહેન્દ્ર સિંહ ધોની સીટ પરથી ઉઠી ગયો, મહેન્દ્ર સિંહ ધોનીનું આ રીએક્શન હકીકતમાં જોવા લાયક હતું. વર્ષ 2007 અને વર્ષ 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા યુવરાજ સિંહે ભારતીય ટીમ માટે 40 ટેસ્ટ, 304 વન-ડે અને 58 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં ક્રમશઃ 3277, 9924 અને 863 રન બનાવ્યા છે.

તો ત્રણેય ફોર્મેટમાં મળીને યુવરાજ સિંહે કુલ 17 સદી લગાવી છે. એ સિવાય તેની બોલિંગની વાત કરીએ તો, યુવરાજ સિંહના નામે ટેસ્ટ ક્રિકેટમાં 9, વન-ડેમાં 111 અને T20 ઇન્ટરનેશનલ મેચમાં 28 વિકેટ છે. તે ભારતનો જ નહીં, પરંતુ આખા વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાંથી એક હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp