5145 કિમી સાઇકલ ચલાવીને મોસ્કો પહોંચ્યો સાઉદી અરબનો પ્રશંસક

PC: resourceblog.net

ફીફા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ટીમના પ્રશંસકોનું ઝૂનુન પણ કંઈ ઓછું નથી. પોતાની ટીમને સમર્થન કરવા માટે પ્રશિંસક દરેક જગ્યાએથી રશિયા પહોંચી રહ્યા છે, પરંતુ એક પ્રશંસકે ઝૂનુનની હદને પાર કરીને 5145 કિમીનો રસ્તો સાયકલ પર પાર કરીને રશિયા પહોંચ્યો છે.

ફીફા વર્લ્ડ કપમાં આજે સાંજે 8.30 વાગ્યે યજમાન ટીમ રશિયાની મેચ સાઉદી અરબ સાથે થવાની છે. તેવામાં ફહદ અલ-યાહયા કોઈ પણ રીતે આ મેચમાં ઉપસ્થિત રહીને તેની ટીમને સમર્થન કરવા માટે આટલુ લાંબુ સફર કાપીને મોસ્કો પહોંચ્યો છે.

ફાહદે 75 દિવસની યાત્રા કરીને રિયાદથી મોસ્કોમાં પ્રવેશ કર્યો છે. ફાહદ હાથમાં તેના દેશનો રાષ્ટ્રધ્વજ લઈને સાયકલ પર સવાર થઈને ચાર દેશોમાંથી પસાર થઈને રશિયાના મોસ્કોમાં પહોંચ્યો હતો. સાઉદી અરબના ફેન એવા 28 વર્ષના સાયકલીસ્ટ ફહદે કહ્યું હતું કે, તે પોતાની ટીમને સમર્થન આપવા માગતો હતો અને તેના માટે આ યાત્રા કરી છે. ફહદે આ સફર દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેને પીઠમાં દુખાવો થયો હતો અને એક સમય એવો પણ આવ્યો કે તેનો અકસ્માત થયો હતો છત્તાં તેણે પોતાની યાત્રા રોકી ન હતી અને ટીમને સમર્થન આપવા રશિયા પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp