માંજરેકર કહે છે- હું હોત તો નવી ટીમ લઈને WC રમવા જાત, સિનિયર્સ વર્ષોથી...

PC: twitter.com

T20 વર્લ્ડ કપનો આગાઝ થઈ ગયો છે, જેમાં વોર્મ અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી દીધું હતું, આ મેચમાં રોહિત શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ કરવા ઉતર્યા હતા, જ્યારે ત્રીજા ક્રમે રિષભ પંત બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં વિરાટ કોહલી નહોતો. પરંતુ હવે સવાલ છે સંજુ સેમસન અને જૈસવાલ જેવા ખેલાડી પ્લેઇંગ XIમા આવે તો ત્રીજા નંબરે બેટિંગ કરવાનો ચાન્સ શું વિરાટ કોહલીને મળશે? આ અંગે પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પોતાનો મત આપ્યો છે.

સંજય માંજરેકરે કહ્યું હતું કે, આદર્શ સ્થિતિમાં યંગસ્ટર્સ પર સીનિયર્સને પ્રાયોરિટી નથી આપવામાં આવતી. હું અમુક યુવા ખેલાડીને પસંદ કરું છું, પરંતુ સિલેક્ટર્સે આઇકોન્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને પસંદ કર્યા. હવે આ સ્ક્વોડમાં છે તો વિરાટ કોહલી ત્રીજા નંબર પર પણ તેને બેટિંગ ત્રીજા નંબર કરવા મળે તેના પર શંકા છે, કારણ કે પછી તમને વિરાટની પૂરી વેલ્યૂ નહીં મળે અને રોહિત શર્માને તો ઓપન જ કરવું પડશે, એટલે ભારતે પોતાને એક પ્રકારના કોમ્બિનેશન માટે ફોર્સ કરી લીધું છે. કોહલી અને રોહિત બંને જમણા હાથના બેટરો છે. દુર્ભાગ્યથી જૈસવાલને બહાર બેસવું પડશે. હું હોત તો વર્લ્ડ કપ રમવા આખી નવી ટીમને લઈને જાત, તો તમારી પાસે વધુ ફ્લેવર હોત અને વસ્તુઓ અલગ હોત. ભારતે સિનિયર્સ પર વિશ્વાસ વ્યક્ત કરો, આ એક એવું પગલું છે, જે વર્ષોથી કામ નથી આવ્યું આશા છે કે, આ વખતે આ કામ આવે.

આ ચર્ચામાં સામેલ ઈરફાન પઠાણે કહ્યું હતું કે ઓપનિંગ જોડીમાં એક જમણો અને એક ડાબોડી બેટ્સમેન હોવો જરૂરી છે. રોહિત સાથે માત્ર જૈસ્વાલે ઓપનિંગ કરવી જોઈએ. ભૂતકાળમાં પણ આવી જોડી ભારત માટે ઘણી ઉપયોગી રહી છે. સચિન-ગાંગુલી હોય, ગંભીર-સેહવાગ હોય કે રોહિત-શિખર હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp