IPLની આ મેચ પર સંકટ, કોલકાતા પોલીસે સિક્યોરિટી આપવાનો કર્યો ઇનકાર, હવે શું થશે?

PC: BCCI

2024ની લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝન પણ પોતાના શાનદાર અંદાજમાં ચાલી રહી છે. 1 એપ્રિલ સુધી ટૂર્નામેન્ટમ કુલ 14 મેચ થઈ ચૂકી છે, પરંતુ આ દરમિયાન કોલકાતાથી IPLને લઈને ફેન્સને નિરાશ કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. 17 એપ્રિલે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં એક મેચ રમવાની છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ સામસામે હશે. પરંતુ હવે આ મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, કોલકાતા પોલીસે આ મેચ માટે સિક્યોરિટી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેનું કારણ છે કે એ જ દિવસે રામનવમીનો તહેવાર પણ છે. આ કારણે પોલીસે સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો છે કેમ તેણે શહેરમાં પણ સિક્યોરિટી લગાવવાની હોય છે. પોલીસે IPLને આ મેચને બીજી તારીખ પર કરાવવાનું સૂચન આપ્યું છે. જાણકારોએ કહ્યું કે, એવામાં આ બાબતે અમે વિચાર કરી રહ્યા છીએ. અમારી પહેલી પ્રાથમિકતા કોલકાતામાં મેચ કરાવવાની રહેશે. તેના માટે મેચમાં 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ મેચને બીજી જગ્યાએ શિફ્ટ કરવી ખૂબ મુશ્કેલ છે. અમે આ જ મેદાન પર મેચ કરાવવાનો પ્રયાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઈટ રાઇડર્સે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંને જ મેચમાં જીત હાંસલ કરી છે. તેની સાથે જ કોલકાતા ટીમ પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે. બીજી તરફ સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી રાજસ્થાનની ટીમે 1 એપ્રિલ સુધી 3 મેચ રમી અને ત્રણેય મેચ જીતી છે. આ ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબર છે. ખેર હવે જોવાનું એ રહેશે કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં શું થશે? જો સિક્યોરિટી મળતી નથી તો BCCI શું પગલું ઉઠાવે છે? એ જોવું રસપ્રદ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp