ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો,દિગ્ગજ બોલર ભારત વિરુદ્ધની વન-ડે સીરિઝથી થયો બહાર

PC: thestatesman.com

ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી પેટમાં ખેચાવના કારણે શનિવારે પાકિસ્તાન અને ભારત બંને જ દેશોની વિરુદ્ધ સીમિત ઓવરોની સીરિઝમાંથી બહાર થઇ ગયો. કરાંચી ટેસ્ટના પાંચમા દિવસે મેટ હેનરીને ખેચાવની સમસ્યા થઇ અને તેના બહાર થવાની જાણકાjr ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતે આપી છે. જો કે, અત્યાર સુધી તેના રિપ્લેસમેન્ટની કોઇ જાણકારી આપી નથી. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ 9 જાન્યુઆરીથી 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. આ સીરિઝની પૂર્ણાહુતિ 13 જાન્યુઆરીના રોજ થવાની છે અને પછી ટીમે ભારત પ્રવાસ પર આવવાનું છે.

ભારતીય ટીમ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની ટીમે 3 વન-ડે અને એટલી જ મેચોની T20 સીરિઝ રમવાની છે. મેટ હેનરીએ ઇજાગ્રસ્ત થવા છતા અંતિમ સેશનમાં બોલિંગ કરી હતી અને પોતાની ટીમ માટે યોગદાન આપવાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરતા મેટ હેનરી બહાર થવાની જણાકરી આપી છે. ટ્વીટમાં લખ્યું કે, ‘કરાચીમાં બીજી ટેસ્ટના પાંચમા દિવસે પેટમાં ખેચાવના કારણે મેટ હેનરી સ્વદેશ જતો રહેશે અને પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝમાં હિસ્સો લઇ રહ્યો નથી.

તેણે આગળ લખ્યું કે, ટેસ્ટ ટીમના અન્ય સભ્ય પણ તેમાં હિસ્સો નહીં લે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી વન-ડે સીરિઝની ટીમમાં રિપ્લેસમેન્ટની પુષ્ટિ જલદી જ કરવામાં આવશે. આ અગાઉ એડમ મિલ્નેએ સતત સીરિઝમાં જરૂરિયાત મુજબ તૈયારીઓમાં અસમર્થતા દેખાડી હતી અને તેની જગ્યાએ બ્લેયર ટિકનરને સામેલ કરવામાં આવ્યો હતો. કેન વિલિયમ્સન પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન હશે.

ટોમ લાથમ ભારત વિરુદ્ધ ક્રમશઃ 18, 21 અને 24 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ, રાયપુર અને ઇન્દોરમાં થનારી વન-ડે સીરિઝની માટે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન હશે. ત્યારબાદ ભારતમાં ક્રમશઃ રાંચી, લખનૌ અને અમદાવાદમાં 27, 29 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ 3 મેચોની T20 સીરિઝ પણ થવાની છે. અત્યારે ભારત વિરુદ્ધ T20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડે ટીમની જાહેરાત કરી નથી.

પાકિસ્તાન અને ભારત વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની સ્કવોડ:

કેન વિલિયમ્સન (કેપ્ટન- માત્ર પાકિસ્તાન સામેની વન-ડે સીરિઝ માટે), ટોમ લાથમ (કેપ્ટન ભારત સામેની વન-ડે સીરિઝ માટે), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન (માત્ર ભારતમાં થનારી વન-ડે સીરિઝ માટે), ડેવોન કોનવે, જેકબ ડફી (માત્ર ભારત સામેની વન-ડે સીરિઝ માટે), લોકી ફોર્ગ્યૂસન, બ્લેયર ટિકનર, ડેરીલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, હેનરી શિપલી, ઇશ સોઢી, ટિમ સાઉથી (માત્ર પાકિસ્તાન વન-ડે સીરિઝ માટે).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp