સેહવાગને મેથ્યુ હેડને આપી ચેતવણી

PC: twitter.com/StarSportsIndia

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ હેડન સ્ટાર સ્પોર્ટ્સની એ જાહેરાતને જોઈ ગુસ્સે થઈ ગયો છે, જેમાં વીરેન્દ્ર સેહવાગ કાંગારુઓની બેબીસિટીંગ કરતો દેખાઈ રહ્યો છે. 47 વર્ષીય હેડનથી રહેવાયુ નહીં અને આ દિગ્ગજે ભારતના પૂર્વ સ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને ચેતવણી આપી દીધી અને કહ્યુ કે, ઓસ્ટ્રેલિયન ટીમને મજાકમાં લેવાની ભૂલ ના કરતા.

ઓસ્ટ્રેલિયાની ટીમ 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી 2 T20 અને 5 વનડે મેચોની સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસે આવવાની છે. આ અગાઉ સીરિઝના આધિકારીક પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટેસે એક પ્રમોશનલ વીડિયો લોન્ચ કર્યો છે, જેમાં વીરેન્દ્ર સેહવાગ કાંગારુ ખેલાડીઓની મજાક કરતો દેખાઈ રહ્યો છે.

છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટિમ પેન અને ઋષભ પંત પર ચર્ચિત બેબીસિટિંગ મામલા બાદ સેહવાગ બાળકોની એક કાંગારુ ટીમની સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. જેમાં તે ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરેલા બાળકોને રમાડી રહ્યો છે. પ્રોમોમાં સેહવાગ એવું કહેતો દેખાઈ રહ્યો છે- જ્યારે અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા, તો તેમણે પૂછ્યું હતુ કે બેબીસિટિંગ કરશો? અમે કહ્યું, બધા જ આવી જાઓ. વીરુનો ઈશારો ઓસ્ટ્રેલિયામાં ઋષભ પંત અને ટિમ પેનની વચ્ચે થયેલી સ્લેજિંગ તરફ છે.

કાંગારુઓની બેબીસિટિંગવાળા મજાકથી ગુસ્સે થયેલા હેડને ટ્વિટ કરીન કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયાને ક્યારેય મજાકમાં ન લેતા વીરુ બ્યૉય.... જરા યાદ રાખજે, અમે હાલના વર્લ્ડકપ વિજેતા છીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp