નવો બૂમરાહ મળ્યો, 155km/hની ગતિ, મયંકની તોફાની પેસ આગળ ધવન પણ નતમસ્તક

PC: BCCI

પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શિખર ધવનને જ્યારે પૂછવામાં આવ્યું કે, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ સારી પોઝિશન હોવા છતા તમે મેચમાં કેવી રીતે હારી ગયા? તો તેણે તેના જવાબમાં મયંક યાદવનો ઉલ્લેખ કર્યો. શિખર ધવને કહ્યું મયંક યાદવે અમારી પાસેથી જીત છીનવી લીધી. મયંક યાદવ એટલે કે 21 વર્ષનો જ યુવા બોલર, જેણે પોતાના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરિયરની પહેલી જ મેચમાં 156 કલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ કરીને બધાને ચોંકાવી દીધા છે.

શિખર ધવને કહ્યું કે, 'મયંક યાદવની ગતિએ અમને હરાવ્યા, તેની પેસે મને હેરાન કર્યો. મને ખબર હતી કે, એક અનુભવી ખેલાડીના રૂપમાં હું તેની સ્પીડનો ઉપયોગ કરી શકું છું, પરંતુ તેણે સ્પષ્ટ યોર્કર નાખ્યા. પ્રભસિમરનને બોડીલાઇન બોલિંગ કરી. માત્ર શિખર ધવન જ નહીં આખું ક્રિકેટ જગત આ યુવા ફાસ્ટ બોલરના ભરપેટ વખાણ કરી રહ્યું છે. શનિવારે રાત્રે મેચમાં પંજાબ કિંગ્સ સામે 200 રનનું પડકારપૂર્ણ લક્ષ્ય હતું. કેપ્ટન શિખર ધવન અને જોની બેરસ્ટોએ 10 ઓવરમાં 100 રન બનાવીને ટીમને મેચમાં બનાવી રાખી હતી, પરંતુ મયંક યાદવે પહેલા બેયરસ્ટોને આઉટ કર્યો અને ત્યારબાદ સતત ઓવરમાં પ્રભ સિમરન અને પછી જીતેશ શર્માને આઉટ કરીને લખનૌ માટે ટર્નિંગ સ્પેલ ફેકી દીધી.

પોતાની ડેબ્યૂ મેચમાં મયંકે ઓવરમાં પોતાના કોટાની 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 3 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. પોતાના જમાનાના શાનદાર ફાસ્ટ બોલર અને લખનૌ સુપર જાયન્ટ્સના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ મયંક યાદવના ભરપેટ વખાણ કર્યા. ગયા વર્ષે મયંક યાદવ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, પરંતુ તેણે શાનદાર કમબેક કર્યું. ફરી ફિટનેસ હાંસલ કરી. મેચ દરમિયાન તે પોતાની લેન્થ પર કાયમ રહ્યો. સતત ફાસ્ટ બાઉન્સર્સનો ઉપયોગ કર્યો.

ઓસ્ટ્રેલિયન પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ટ્વીટ કરીને મયંક યાદવના વખાણ કર્યા. તેમણે તેને ભારતનો આગામી સ્પીડ સ્ટાર બતાવ્યો. મયંકના કરિયરની વાત કરીએ તો દિલ્હી માટે ગયા વર્ષે થયેલી અંડર-23 સી.કે. નાયડુ ટ્રોફીમાં તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી હતી. એ સિવાય બેટથી પણ તેણે 66 રનનું યોગદાન આપ્યું હતું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023-24ની 4 મેચમાં 5 વિકેટ લીધી હતી. 2023 દેવધર ટ્રોફીમાં નોર્થ ઝોન માટે રમતા 5 મેચમાં 17.58ની એવરેજથી 12 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp