કોણ છે બંટી સજદેહ, જેને મેનેજરની પોસ્ટ પરથી હટાવી રહ્યો છે વિરાટ કોહલી

PC: insidesport.in

ICC વર્લ્ડ કપ 2023 સમાપ્ત થઈ ચૂક્યો છે અને વિરાટ કોહલી હવે થોડા સમયમાં પોતાની બીજી જવાબદારીઓ પૂર્ણ કરવામાં લાગી શકે છે. એવા સમાચાર મળી રહ્યા છે કે વિરાટ કોહલી પોતાની નવી કંપની શરૂ કરવાનો છે અને એટલે જૂના મેનેજર બંટી સજાદેહની છુટ્ટી કરી રહ્યો છે. હવે કોહલીની કંપની જ PR અને બાકી કામ જોશે. બંટી સજદેહ સ્પોર્ટ્સ અને મનોરંજન જગતના લાર્જેસ્ટ ટેલેન્ટ મેનેજમેન્ટ ફાર્મ કોર્નરસ્ટોન સ્પોર્ટ્સનો CEO છે. આ કંપની કોહલી સિવાય શિખર ધવન, રોહિત શર્મા જેવા ખેલાડીઓનો પણ PR અને એન્ડોર્સમેન્ટ જોય છે. એ સિવાય રોહિત શર્મા સાથે એક ખૂબ જ નજીકનો સંબંધ છે.

ઉલ્લેખનીય છે કે બંટી રોહિતની પત્ની રિતિકાનો ભાઈ છે. રિતિકા પહેલા આ જ કંપનીમાં સ્પોર્ટ્સ મેનેજર હતી બંટી સજદેહ અગાઉ રિયા ચક્રવર્તી સાથે ડેટિંગના સમચારોના કારણે ચર્ચામાં હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તેનું કનેક્શન ખૂબ જૂનું છે અને ઘણા બોલિવુડ સ્ટાર્સ પણ તેની કંપનીના ગ્રાહક છે. રિયા અગાઉ તેનું નામ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંટીએ મુંબઇમાં કેમ્પિયન સ્કૂલથી અને પછી ઓસ્ટ્રેલિયાની કૉલેજથી અભ્યાસ કર્યો છે. સ્પોર્ટ્સમાં રૂચીના કારણે તેણે સ્પોર્ટ્સ કંપની શરૂ કરી, જેના ગ્રાહક આજે ઘણા દિગ્ગજ ખેલાડી છે.

બંટીનો સંબંધ સલમાન ખાન સાથે પણ છે કેમ કે તે સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહનો ભાઈ છે. જો કે, સીમા અને સોહેલના છૂટાછેડા વર્ષ 2022માં થઈ ચૂક્યા છે, પરંતુ અત્યારે પણ તેના ખાન ફેમિલી સાથે સારા સંબંધ છે. એ સિવાય તેણે કરણ જોહર સાથે મળીને કંપની ખોલી છે જેના ગ્રાહક અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા જેવા મોટા સ્ટાર્સ છે. ફિલ્મી દુનિયામાં થનારી ગ્લેમરસ પાર્ટીમાં મોટા ભાગે બંટી પોતાની મોંઘી ગાડીઓમાંથી ઉતરે છે.

વિરાટ કોહલી અને બંટી સજદેહનો સંબંધ કેટલો ગાઢ છે તે એ રીતે સમજી શકાય છે કે બંનેની પાર્ટી અને એવી જગ્યાઓ પર ઘણી તસવીરો છે. બંટીની પહેલી પત્ની અંબિકા સાથે છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલમાં તેની બાબતે ચર્ચા છે કે તે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સાથે ડેટ કરી રહ્યો છે. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ સમાચારની પુષ્ટિ કરી નથી, પરંતુ થોડા મહિનાઓ અગાઉ બંને સાથે છુટ્ટીઓ મનાવવા માટે વિદેશ ગયા હતા. સ્પોર્ટ્સ કંપની સિવાય બંટી મુંબઈ અને સબબર્બમાં કેટલીક શોપ્સ અને પ્રોપર્ટી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp