મુકેશ અંબાણીના એંટીલિયાથી પણ મોંઘું છે આ ભારતીય ક્રિકેટરનું ઘર

PC: india.com

ભારતમાં ક્રિકેટ સૌરથી લોકપ્રિય રમત છે. આ રમતમાં લોકપ્રિયતા હાંસલ કારવાનો અર્થ છે પૈસાઓનો વરસાદ. IPL આવ્યા બાદ ખેલાડીઓની કમાણી પણ કરોડોમાં છે. એવામાં આ રમતના સુપર સ્ટાર્સની કમાણીનો અંદાજો પણ તમે લગાવી શકો છો. ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓનું નેટવર્થ અબજોમાં છે. જો કે, એક ખેલાડી એવો છે જે આમ તો ક્યારેય ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી, પરંતુ તે દેશના સૌથી અમીર બિઝનેસમેન અંબાણીના ઘર એંટીલિયાથી પણ મોંઘા ઘરમાં રહે છે.

વિરાટ કોહલી, સચિન તેંદુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનું કુલ નેટવર્થ પણ આ ખેલાડીના ઘરની રકમ આગળ કંઇ નથી. આ ખેલાડી વડોદરાના મહારાજ સિમરજીત સિંહ ગાયકવાડ છે. એક રાજા, રાજનેતા હોવા સિવાય તેઓ ક્રિકેટર પણ રહ્યા છે. સિમરજીત સિંહ ગાયકવાડનો જન્મ 1967માં થયો હતો. તો ક્રિકેટ રમતા હતા. શાળાના સમયથી જ તેઓ ક્રિકેટ રમતા હતા, તેમણે રણજી ટ્રોફીમાં બરોડા ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું. તેમણે 1987-88 અને 1988-89માં 6 ફર્સ્ટ ક્લાસ મેચ રમી. છે. તેમણે 6 મેચમાં 17ની એવરેજથી 119 રન બનાવ્યા. તેમાં એક અડધી સદી પણ સામેલ છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 65 રહ્યો.

ત્યારબાદ એડમિનિસ્ટ્રેશનમાં આવી ગયા. તેઓ ઘણા સમય સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા. તેઓ વર્ષ 2015માં મોતી બાગમાં પોતાની ક્રિકેટ અકાદમી ચલાવવા લાગ્યા. વર્ષ 2012માં પોતાના પિતાના નિધન બાદ તેમનો પોતાના પૈતૃક વારસાને લઈને કાકા સાથે લાંબો વિવાદ ચાલ્યો. આખરે સિમરજીત સિંહને 20,000 કરોડની કિંમતવાળો લક્ષ્મી વિલાસ પેલેસ મળ્યો. આ મહેલમાં રહેવાના હિસાબે ભારતની સૌથી મોંઘી પ્રોપાર્ટી માનવામાં આવે છે.

દેશના સૌથી અમીર લોકોમાં સામેલ મુકેશ અંબાણીનું ઘર એંટીલિયા આ મામલે સિમરજીત સિંહના વિલાથી પાછળ છે. એંટીલિયાની કિંમત 15000 કરોડ છે. લક્ષ્મી વિલાસ પેલેસ 1890માં બન્યો હતો. તેઓ ઘર બકિંઘમ પેલસથી 4 ગણો મોટો છે. આ ઘર 500 એકરમાં એકરમાં ફેલાયેલો છે. આ ઘરમાં મોદી બાગ પેલેસ અને મહારાજ ફતેહ સિંહ મ્યુઝિયમ પણ છે. આ ઘરમાં નાના મોટા 170 રૂમ છે. ઘરનો ગ્રાઉન્ડ ફ્લોર લોકો માટે ખોલાયો છે જે અહી ફરવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp