ઓસ્ટ્રેલિયન દિગ્ગજે ધોનીના વખાણમા કરી પોસ્ટ, જણાવ્યું શા માટે હતો તે મહાન ફિનિશર

PC: kreedon.com

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર માઇકલ બેવને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પ્રસંશામાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીના ફોટો સાથે તેના સતત 10 વર્ષ સુધી વન-ડે રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનોના લિસ્ટમાં ઉપસ્થિત રહેવાની વાત લખી છે. તેમણે એમ પણ લખ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની આ ઉપલબ્ધિ હાંસલ કરનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેની સાથે માઇકલ બેવને મહેન્દ્ર સિંહ ધોની શાનદાર ફિનિશર હોવાના કારણનો પણ ખુલાસો કર્યો છે.

માઇકલ બેવને લખ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની એક શાનદાર ફિનિશર હતો. આ સ્તરના ખેલાડી બનવા માટે તમારે ઘણી સ્કિલ્સના કોમ્બિનેશનની જરૂરિયાત છે. બધી વસ્તુઓમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે રણનીતિ. દરેક પરિસ્થિતિમાં પોતાની પાસે ઉપલબ્ધ શોટ્સમાંથી સૌથી શાનદાર સિલેક્શન કરવું, તમને પોતાની ટીમને મેચ જીતાડવામાં મદદ કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના કરિયરમાં 350 વન-ડે રમી છે. આ મેચોની 297 ઇનિંગમાં તેને બેટિંગનો ચાન્સ મળ્યો છે. 

View this post on Instagram

A post shared by Michael Bevan (@bevo_michaelbevan)

અહીં 84 વખત નોટઆઉટ રહેતા તેણે 50.57ની બેટિંગ એવરેજથી 10 હજાર 773 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 87.56ની રહી. પોતાના વન-ડે કરિયરમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 10 સદી અને 73 અડધી સદી લગાવી છે. તે ભારત માટે પાંચમો સૌથી વધારે રન બનાવનારો ખેલાડી છે. તે સતત 10 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વન-ડે રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનોના લિસ્ટમાં ઉપસ્થિત રહ્યો છે. એ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચ રમી છે જેમાં 38.1ની એવરેજ અને 59.1ની સ્ટ્રાઈક રેટથી 4 હજાર 876 રન બનાવ્યા છે.

ટેસ્ટ કરિયરમાં મહેન્દ્ર સિંહ ધોનીના નામે 6 સદી અને 33 અડધી સદી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 98 T20 મેચ પણ રમી છે જેમાં 37.6ની એવરેજ અને 126.1ની સ્ટ્રાઈક રેટથી 1617 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ICCની ત્રણેય (વન-ડે વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી)  ટ્રોફીઓ જીતી છે. મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણ ટ્રોફી પોતાની કેપ્ટન્સીમાં જીતાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp