ધોનીને ઉપરના ક્રમમાં બેટિંગ કરાવવાને લઇને માઇકલ ક્લાર્કે જુઓ શું કહ્યું?

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને રવિવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં છેલ્લે આવીને મહેન્દ્ર સિંહ ધોનીએ આક્રમક ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત ન અપાવી શક્યો. નીચેના ક્રમમાં આવવાના કારણે મેચ હાથમાંથી નીકળી ગઈ. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આક્રમક ઇનિંગ બાદ મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવાની માગ ઉઠી રહી છે. માઇકલ ક્લાર્કનું માનવું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સનો આ પૂર્વ કેપ્ટન જરૂરિયાત પડવા પર જ એમ કરશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આઠમાં નંબર પર બેટિંગ કરતા 16 બૉલમાં નોટઆઉટ 37 રન બનાવ્યા હતા, પરંતુ તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ તેને ઉપરના ક્રમમાં બેટિંગ કરવા આવવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કનું માનવું છે કે, આ દિગ્ગજ ભારતીય ખેલાડી પહેલાંની જેમ ફિનિશરની ભૂમિકા નિભાવતો રહેશે. તેણે કહ્યું કે, મને લાગે છે કે તે એમ કરશે, મારું માનવું છે કે તે અત્યારના જ બેટિંગ ક્રમમાં આવશે.

તેણે આગળ કહ્યું કે, હું જાણું છું કે મહેન્દ્ર સિંહ ધોનીનો દરેક ફેન તેને જેમ સંભવ થઈ શકે એટલા ઉપરના ક્રમમાં બેટિંગ કરતા જોવા માગે છે. તેના આખા કરિયર દરમિયાન આપણે બધા કહેતા રહ્યા કે તેણે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ. તે અત્યારે પોતાના કરિયરના જે દૌરમાં છે, ત્યાં તેણે કેપ્ટન્સી છોડી દીધી છે. મને લાગે છે કે તે ઉપરના ક્રમમાં બેટિંગ કરવા આવશે. મારું માનવું છે કે, જો ટીમની જરૂરિયાત હોય ત્યારે જ ઉપરના ક્રમમાં બેટિંગ કરવા ઉતરશે.

ભારત તરફથી વર્ષ 2019માં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમનાર 42 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા વર્ષે ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. કલાર્કે કહ્યું કે, કેમ કે તે બૉલને સારી રીતે હિટ કરી રહ્યો છે, મને નથી લાગતું કે તે પાંચમા કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતરશે. મેં જેટલા પણ ફિનિશર જોયા છે, તેમાં તે સર્વશ્રેષ્ઠ છે. એટલે મને લાગે છે ટીમ તેની આ ભૂમિકાનો ઉપયોગ આગળ પણ કરતી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp