'RCBનું આ વખતે IPL જીતવાનું અસંભવ છે', પૂર્વ કેપ્ટને આપ્યું ચોંકાવનારું કારણ

PC: BCCI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આ વખત પણ ટ્રોફી નહીં જીતી શકે. માઇકલ વૉને તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ ખૂબ સાધારણ છે અને આ પ્રકારની બોલિંગ લાઇનઅપ સાથે એ ટ્રોફી નહીં જીતી શકે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ હતી.

કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક તરફી 7 વિકેટથી હરાવી દીધી હતી. પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બોર્ડ પર લગાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી. જવાબમાં કોલકાતા નાઈટ રાઇડર્સે આ તરફથી આ ટારગેટ 16.5 ઓવરમાં જ માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કોલકાતા માટે સુનિલ નરીન અને વેંકટેશ ઐય્યરે ખૂબ શાનદાર બેટિંગ કરી.

સુનિલ નરીન અને ફિલ સાલ્ટની ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં જ 85 રન બનાવી દીધા હતા અને અહીથી ટીમની જીત સુનિશ્ચિત થઈ ગઈ હતી. સુનિલ નરીને 22 બૉલમાં 2 ફોર અને 5 સિક્સની મદદથી 47 અને ફિલ સાલ્ટે 20 બૉલમાં 30 રન બનાવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ આ મેચમાં ખૂબ ખરાબ રહી. અલ્જારી જોસેફ, મોહમ્મદ સિરાજ અને યશ દયાળ જેવા બોલર જરાય પ્રભાવ ન છોડી શક્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર બાદ માઇકલ વૉને ટ્વીટ કરીને ટીમ પર સવાલ ઉઠાવ્યા.

તેમણે કહ્યું કે, 'આ બોલિંગ એટેક સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટાઇટલ જીતવું અસંભવ છે. ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો અને કોલકાતા નાઈટ રાઇડર્સે સતત બીજી જીત હાંસલ કરી. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મુશ્કેલી વધી ગઈ છે. હવે તેની સામે કમબેક કરવાનો પડકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp