'એક કેમેરો અને માઇક્રોફોન..', DRS પરના હોબાળાને ખતમ કરવા વૉને આપ્યો અનોખો આઇડિયા

PC: hindustantimes.com

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાંથી ભારતીય ટીમે 3, જ્યારે ઇંગ્લિશ ટીમે 1 મેચ જીતી છે. આ રીતે ભારતીય ટીમ 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં અત્યારે 3-1 થી આગળ છે, પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન DRSને લઈને ખૂબ હોબાળો મચ્યો છે. તો હવે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને DRSને લઈને નિવેદન આપ્યું છે અને એ પણ જણાવ્યું કે, DRSમાં ટેક્નિકલ ખરાબીને રોકવા માટે શું ઉપાય કરવા જોઈએ.

ટેલિગ્રાફ માટે લખેલી પોતાની કોલમમાં માઇકલ વૉને પોતાન વાત રાખી છે. ઇંગ્લિશ પૂર્વ કેપ્ટને લખ્યું કે, 'જુઓ સોશિયલ મીડિયા પર તમે જોશો તો લાગશે કે લોકો તેના પર એક નજરમાં વિશ્વાસ કરી રહ્યા નથી. કેટલાક ટીમો પક્ષ અને વિપક્ષમાં જનારા નિર્ણય પર ફેન્સ ગુસ્સો કરી રહ્યા છે. મેજબાન પ્રસારકો અને ટ્રક (રૂમ)માં કોણ છે, તેના પર શંકા શરૂ થઈ ગઈ છે. એ છતા ટેક્નિકલ કંપનીઓ વાસ્તવમાં મેજબાન પ્રસારક સમાન દેશથી નથી.

ઉદાહરણ તરીકે હોક આઈ UKની એક કંપની છે, પરંતુ આ સીરિઝમાં ઉપયોગ કરવામાં આવી રહી છે. તેને મેજબાન પ્રસારક દ્વારા સીરિઝ માટે લાવવામાં આવી છે. એ સિવાય માઇકલ વૉને આગળ લખ્યું કે, તો અહી પારદર્શિતા અને જવાબદારીને સારી બનાવવામાં મદદ કરવા માટે એક સરળ સમાધાન છે. ટ્રક એટલે કે રૂમમાં એક કેમેરો અને માઇક્રોફોન ચોંટાડી દો, જેથી જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો હોય, તો આપણને બધાને ખબર પડે કે વાસ્તવમાં ત્યાં એ રૂમમાં શું થઈ રહ્યું છે અને નિર્ણય લેવામાં કેટલા લોકો સામેલ છે.

જો તમે ICCના કોઈ અધિકારીની પણ ત્યાં નિમણૂક કરો છો, તો આપણને ત્યાં ઈમાનદારી જોવા મળશે. તેમણે કહ્યું કે, તમે એ તર્ક આપી શકો છો કે ટ્રક (રૂમમાં) ટેક્નોલોજી ચલાવનારા, 2 ફિલ્ડ અમ્પાયર જેટલા જ મહત્ત્વ છે. તો હવે સીરિઝની વાત કરીએ તો ભારતીય ટીમ સીરિઝમાં 3-1થી લીડ હાંસલ કરવા સાથે જ સીરિઝ પર પણ કબજો કરી લીધો છે. ભારતીય ટીમે ચોથી ટેસ્ટ મેચ 5 વિકેટથી જીતી લીધી. હવે સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાશે. ભારતીય ટીમ પોતાન ઘર આંગણે રેકોર્ડ 17મી વખત ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp