પાકિસ્તાના હેડ કોચ કહે- ભારતમાં કડી સુરક્ષા, એટલે ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી છે

PC: bnn.network

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપ 2023 એટલો સારો રહ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની મેચ જો પાકિસ્તાન હારી જાય છે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનની વચ્ચે કોચ મિકી આર્થરે તો ટાઇટ સિક્યોરિટીને જ પાકિસ્તાનના ખરાબ પરર્ફોમેંસ માટે જવાબદાર ગણાવ્યા છે. આર્થરે કહ્યું કે, અમારા ખેલાડીઓને આઝાદીથી રમવાની આદત છે. પણ અમે એટલી સિક્યોરિટીની વચ્ચે છે કે પોતાનો નાશ્તો પણ એકબીજા સાથે કરી શકતા નથી.

મિકી આર્થરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલાની કોન્ફરેંસમાં કહ્યું કે, અમારા માટે સૌથી મુશ્કેલ વાત એ છે કે અમે એટલી કડક સિક્યોરિટીની વચ્ચે છે. સાચું કહું તો મને આ મુશ્કેલ પરિસ્થિતિ લાગી રહી છે. એવું લાગી રહ્યું છે કે અમે કોરોના કાળમાં આવી ગયા છે. અમે અહીં પોતાની હોટલમાં તેના માળ અને રૂમ સુધી જ સીમિત રહ્યા છે. એટલી ટાઇટ સિક્યોરિટી છે કે અમારો નાશ્તો પણ એકલતામાં થાય છે. અમે અમારા ખેલાડીઓ સાથે જોઇએ એટલી વાતચીત કરી શકતા નથી.

આર્થર આગળ કહે છે, અમારા ખેલાડીઓને આઝાદીથી રહેવાની આદત છે. પણ અમે અહીં કશે બહાર જઇ શકતા નથી. અમને કશે પણ બહાર જવાની પરવાનગી નથી. જો અમે અલગ અલગ જગ્યાએ કશુ ખાવાનું ટ્રાય કરવા ઇચ્છીએ તો એ પણ અમે કરી શકતા નથી. અમારા માટે આ દમ ઘૂંટવા જેવું છે.

જણાવીએ કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોટ મિકી આર્થર તેમની ટીમના ખરાબ પ્રદર્શન માટે ભારત અને ભારતીય ક્રિકેટ બોર્ડને જવાબદાર ગણાવી રહ્યા છે. આ પહેલા પણ ભારત સામેની હાર બાદ આર્થરે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની મેચ ICC ઈવેન્ટ લાગી રહી નહોતી. આ એક દ્વીપક્ષીય સીરિઝ લાગી રહી હતી. મેં માઈક્રોફોનથી દિલ-દિલ પાકિસ્તાન સાંભળ્યું નહીં. મેચના પરિણામ પર આ વાતોની અસર પડે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp