મિસબાહના મતે પાકિસ્તાન સામે આ ભારતીય ખેલાડી સૌથી મોટી અડચણ બનશે

PC: sports.ndtv.com

IPL સમાપ્ત થયા બાદ હવે T20 વર્લ્ડ કપ 2024નો રોમાંચ શરૂ થઈ ગયો છે. આ T20 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ 9 જૂને ન્યૂયોર્કમાં પારંપારિક પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તન વચ્ચે થવા જઇ રહી છે. આ મેચ અગાઉ પૂર્વ પાકિસ્તાની ખેલાડી અને કેપ્ટન મિસ્બાહ ઉલ હકે વિરાટ કોહલીને પાકિસ્તાનના હિસાબે સૌથી મોટી રૂકાવટ બતાવ્યો. તો જસપ્રીત બૂમરાહને લઈને પણ ચેતવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચ માટે ફેન્સમાં અલગ જ પ્રકારની દીવાનગી છે.

તો આ મેચને લઈને પૂર્વ ક્રિકેટરોના પણ નિવેદન સામે આવી રહ્યા છે. દરેક પોતાની રીતે મેચ અને ખેલડીઓના પ્રદર્શનને લઈને એનાલિસિસ કરી રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત અગાઉ સ્ટાર સ્પોર્ટ્સ પર વર્લ્ડ કપ વિજેતા હરભજન સિંહ, ઈરફાન પઠાણ અને મિસ્બાહ ઉલ હકને આખા ટૂર્નામેન્ટ અને નાસાઉ કન્ટ્રી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી રોમાંચક મેચ પર પોતાનું મંતવ્ય આપ્યું. આ દરમિયાન મિસ્બાહને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાન માટે સૌથી મોટો જોખમી કોણ હોય શકે છે?

આ સવાલ પર મિસ્બાહે કોઈ સંકોચ વિના કહ્યું કે, સૌથી મોટી અડચણ તો વિરાટ કોહલી હશે. મિસ્બાહ વર્ષ 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે હરનારી પાકિસ્તાની ટીમનો કેપ્ટન હતો. તેણે કહ્યું કે, પાકિસ્તાન અને ભારત મેચમાં એ વાત ઘણી હદ સુધી નિર્ભર કરે છે કે કોણ પહેલા કિલ્લાને ફતેહ કરશે. તો કોની પાસે આ કોન્ફિડેન્સ છે કે જેણે પોતાના દેશ માટે પહેલા પણ મેચ જીતાડી છે કેમ કે એ ખેલાડી જાણે છે કે પ્રશર કઇ હદ સુધી પહોંચી શકે છે. તેને કેવી રીતે સંભાળવું છે, તેમાં સૌથી મોટી રૂકાવટ વિરાટ કોહલી હશે, તે (કોહલી) એક એવો ખેલાડી છે, જેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઘણી વખત વિપક્ષી ટીમના હાથે મેચ છીનવી લીધી છે, પછી તમે વર્લ્ડ કપની વાત કરો.

એવા ખેલાડી હંમેશાં ખતરનાક હોય છે, તમારે આ બાબતે વિચારવું પડશે. પાકિસ્તાનને એ વાત સમજ આવી ગઈ હશે. આ દરમિયાન મિસ્બાહે એ ભારતીય બોલરનું પણ નામ લીધું. તેને લાગે છે કે આ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ પ્રભાવ છોડશે. તેણે કહ્યું કે, મને બોલર તરીકે જસપ્રીત બૂમરાહ ખૂબ પસંદ છે.  તે બોલિંગમાં એક એવું નામ છે, જે એક એક્સપિરિયન્સ્ડ કેમ્પેનર છે. મિસ્બાહે બૂમરાહ બાબતે આગળ કહ્યું કે, લિમિટેડ ઓવર્સમાં જે પ્રકારે તે નવા અને જૂના બૉલથી બોલિંગ કરે છે, તે નિશ્ચિત રૂપે પ્રભાવ છોડશે. તે ભારત માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. પાકિસ્તાનને શરૂઆતી પંચ તો એ જ મારી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચને ગ્રુપ Aમાં સહ મેજબાન USA, કેનેડા અને આયરલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયરલેન્ડ વિરુદ્ધ મેચથી કરશે, જ્યારે પાકિસ્તાન 6 જૂને USA સામે રમશે. વર્લ્ડ કપનું આયોજન 2 જૂનથી 29 જૂન વચ્ચે થશે. જ્યાં સહ મેજબાનના રૂપમાં USA પણ હશે. ભારત અને પાકિસ્તાન બંનેએ જ T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ એક એક વખત જીત્યો છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

રિઝર્વ ખેલાડી:

શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન.

T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમ:

બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહમદ, આજમ ખાન, ફખર જમાં, હારિસ રઉફ, ઈફ્તિખાર અહમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમીર, મોહમ્મદ રિઝવાન, નસિમ શાહ, સેમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી અને ઉસ્માન ખાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp