વર્લ્ડકપ ટ્રોફી પર પગ મુકનાર મિચેલ માર્શની બેશરમી, કહ્યું- મને કોઇ ફરક પડતો નથી

PC: ndtv.com

વર્લ્ડકપની ટ્રોફી પર પગ મુકીને ચર્ચામાં આવનાર ઓસ્ટ્રેલિયાના ક્રિક્રેર મિશેલ માર્શનું શરમજનક નિવેદન સામે આવ્યું છે. માર્શે કહ્યું છે કે, મને કોઇ ફરક પડતો નથી અને બીજી વખત પણ હું આવા કપ પર પગ મુકીશ.

ઓસ્ટ્રેલિયાના સેન રેડિયોને આપેલા ઈન્ટરવ્યુમાં મિશેલ માર્શે કહ્યું કે તેનો ઈરાદો ટ્રોફી કે ભારતીય પ્રશંસકોનું અપમાન કરવાનો ન હતો. જ્યારે મિશેલને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકશે? જેના જવાબમાં, માર્શે કહ્યું, પ્રમાણિકપણે કહું તો, કદાચ હા, હું કરીશ. તેણે આગળ કહ્યું, એ ચિત્રમાં ચિત્રમાં કોઈ પ્રકારનું અપમાન નથી.

ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડકપ ફાઇનલની મેચમાં યજમાન ભારતને તેમના જ ઘરમાં હરાવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે જીતની ભરપુર ઉજવણી કરી. આ ઉજવણીની એક તસ્વીર ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ માર્શે શેર કરી હતી જે વિવાદનું કારણ બની ગઇ હતી. ભારતના ક્રિક્રેટ ચાહકો આ તસ્વીરથી જબરદસ્ત નારાજ થયા હતા અને મિચેલને બરાબરનો ટ્રોલ કરવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયાના ખેલાડી મોહમંદ શમીએ પણ મિશેલ સામે ટીપ્પણી કરી હતી. વર્લ્ડકપ ફાઇનલનો જે કપ જીતવા માટે બધી ટીમો મહેનત કરતી હતી અને આ સન્માનીય કપ મેળવવા માંગતી હતી, પરંતુ મિશેલની તસ્વીરમાં તે વર્લ્ડકપ પર પગ રાખીને બેઠો હતો, જેને કારણે લોકો ગુસ્સે થયા હતા અને કપના અનાદર બદલ મિશેલની વિરુદ્ધમાં કોમેન્ટનો ધોધ વહ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ક્રિક્રેટર મિશેલ માર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર શેર કરી હતી જેમાં તે વર્લ્ડકપ પર પગ મુકીને આરામથી બેઠો છે. તેના હાથમાં બિયરની બોટલ પણ હતી. મોહમંદ શમીએ કહ્યું હતું કે આ વર્લ્ડકરનો અનાદર છે.

હવે લાંબા દિવસો પછી મિશેલ માર્સનું નિવેદન સામે આવ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, એ તસ્વીરમાં વર્લ્ડકપનો કોઇ અનાદર નહોતો.મેં એની પર ખાસ ધ્યાન નહોતું આપ્યું. મેં વધારે સોશિયલ મીડિયા પર ધ્યાન આપ્યું નથી. પરંતુ આવી બધી વાતોથી મને કોઇ ફરક પડતો નથી.

મિશેલ માર્સની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી અલીગઢના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશનમાં કેશવ દેવ પંડિત નામના માણસે મિશેલ માર્સ સામે ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp