ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જવા અંગે મોદી સરકારે આપી દીધો જવાબ

PC: twitter.com

એક તરફ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) જેવું શક્તિશાળી બોર્ડ આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ઈવેન્ટને લઈને આજે મહત્વની બેઠક યોજવા જઈ રહ્યું છે, તો બીજી તરફ આ માટે આ સમગ્ર મામલે ભારત સરકાર તરફથી પ્રથમ વખત નિવેદન આપવામાં આવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ICCને કહ્યું છે કે, તે ટીમને પાકિસ્તાન નહીં મોકલે, અને આ તરફ પાકિસ્તાને 'હાઈબ્રિડ' મોડલ હેઠળ ટુર્નામેન્ટનું આયોજન ન કરવા પર અડીયલ વલણ અપનાવ્યું છે.

ICC બોર્ડની બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે અને ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમને લઈને કોઈ ઉકેલ શોધવાની સંભાવના છે. ICCના નિર્ણય પહેલા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક લાઇનમાં મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક નિવેદન બહાર પાડ્યું છે. બોર્ડ અનુસાર, પાકિસ્તાનમાં સુરક્ષા સંબંધિત સમસ્યાઓ છે, તેથી ટીમ ત્યાં (પાકિસ્તાન) નહીં જાય. અમે આ નિવેદન પર અડગ છીએ. આ દરમિયાન, ICC સભ્યો PCBને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિના, ચેમ્પિયન્સ ટ્રોફી તેની ચમક ગુમાવશે અને સૌથી અગત્યનું એ છે કે, તે મોટા પાયે નાણાકીય નુકસાન તરફ લઇ જશે.

આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, 'હાઈબ્રિડ મોડલ આ સમયે શ્રેષ્ઠ વિકલ્પ છે. અમે આશા રાખીએ છીએ કે ટુર્નામેન્ટમાં સામેલ તમામ પક્ષો ટુર્નામેન્ટના હિતમાં સમજદારીપૂર્વક નિર્ણય લેશે. ભારત અને પાકિસ્તાન વિના ટૂર્નામેન્ટનું આયોજન કરવું સારું નથી,' ટુર્નામેન્ટના મુખ્ય પ્રસારણકર્તા 'જીયો સ્ટાર'એ પહેલાથી જ ICCના ટોચના અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને કાર્યક્રમ અંગે અંતિમ નિર્ણય પર પહોંચવામાં થઇ રહેલા વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે. ICC અને બ્રોડકાસ્ટર વચ્ચેના કરાર મુજબ, સંચાલક મંડળ ઓછામાં ઓછા 90 દિવસ અગાઉ ટુર્નામેન્ટનું શેડ્યૂલ કરે તેવી અપેક્ષા હતી, પરંતુ આ સમયમર્યાદા પહેલા જ આગળ નીકળી ગઈ છે.

આ સૂત્રએ ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ જૂથોમાં રાખવાની શક્યતાને નકારી કાઢતા કહ્યું કે, 'મને નથી લાગતું કે ટેલિવિઝન અધિકાર ધારકો આ માટે સંમત થશે. તેઓ ગ્રુપ સ્ટેજમાં જ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની માંગ કરશે, જેથી ટૂર્નામેન્ટની લોકપ્રિયતા અને નાણાકીય આવકમાં વધારો થઇ શકે. જો બંને ટીમો નોકઆઉટ સ્ટેજમાં સામસામે ટકરાશે તો તે તેમના માટે બોનસ સમાન હશે.' તેમણે કહ્યું, 'ભારતે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે, નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યા પછી પણ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, તેથી આ ચર્ચા હાઇબ્રિડ મોડેલની આજુબાજુ જ હશે.' 2008ના મુંબઈ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી, જેમાં 150થી વધુ લોકો માર્યા ગયા હતા. ICCએ પણ ઘણી વખત કહ્યું છે કે, તે કોઈ પણ સભ્ય બોર્ડ સરકારની સલાહ વિરુદ્ધ જાય તેવી અપેક્ષા રાખતો નથી. દેશમાં ચાલી રહેલા રાજકીય વિરોધને કારણે પાકિસ્તાનની સ્થિતિ વધુ નબળી પડી છે. થોડા દિવસો પહેલા, ઇસ્લામાબાદમાં ભારે રાજકીય વિરોધને કારણે શ્રીલંકા A ટીમનો પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે અટકાવવો પડ્યો હતો. આ ગરબડ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વિરોધને કારણે છે, જે પૂર્વ કેપ્ટન અને PM ઈમરાન ખાનની પાર્ટી છે.

પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ અને હિંસાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. PCBના વડા મોહસિન નકવી દેશના ગૃહમંત્રી પણ છે. તેમણે જાહેરાત કરી હતી કે, અશાંતિને ડામવા માટે સેનાને બોલાવવામાં આવી છે. પરંતુ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત આવે છે, તો PCB ત્યાં ઈવેન્ટ યોજવા પર અડગ છે. નકવીએ બુધવારે રાત્રે કહ્યું હતું કે, 'હું માત્ર એટલું જ આશ્વાસન આપી શકું છું કે, બેઠકમાં જે પણ થશે, અમે એવા સારા સમાચાર અને નિર્ણયો લઈશું જેને અમારા લોકો સ્વીકારશે.' આવી સ્થિતિમાં, ICC બોર્ડના સભ્યોનું પ્રાથમિક લક્ષ્ય PCBને 'હાઈબ્રિડ' મોડલ અપનાવવા માટે પ્રેરિત કરવાનું રહેશે.

UAEમાં લીગ સ્ટેજ સાથે ભારતની નોકઆઉટ સ્ટેજની મેચો આયોજિત કરવાની જોગવાઈ હોઈ શકે છે. જો PCB અક્કડ વલણ અપનાવે અને ICC દ્વારા તેને કોઈ તટસ્થ સ્થળે યોજવાનો નિર્ણય લે તે સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરે તો શું થશે? સૂત્રએ કહ્યું કે 'આ લગભગ અશક્ય જેવું લાગે છે. પાકિસ્તાન ક્રિકેટ માટે આના દૂરગામી પરિણામો આવી શકે છે. આનાથી તેમની આર્થિક સ્થિતિને ઘણું નુકસાન થશે.' ભારત આગામી કેટલાક વર્ષોમાં ઘણી ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે. તેણે કહ્યું, 'જો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરે છે, તો તેણે ભારતમાં આયોજિત ટૂર્નામેન્ટનો પણ બહિષ્કાર કરવો પડશે, જેના કારણે PCB પર મોટી નાણાકીય જવાબદારીઓ આવી શકે છે.' ભારત એશિયા કપ (2025), મહિલા વર્લ્ડ કપ (2025) અને શ્રીલંકા સાથે સંયુક્ત રીતે મેન્સ T20 વર્લ્ડ કપ (20

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp