પાકિસ્તાન ક્રિકેટમાં થોભી રહ્યો નથી હોબાળો, હવે આ બે ખેલાડીઓએ રમવાની ના પાડી

PC: cricsurf.com

ભારતની મેજબાનીમાં રમાયેલા ICC વન-ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેને અફઘાનિસ્તાન જેવી ટીમ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન લીગ સ્ટેજથી જ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ પાકિસ્તાન ટીમમાં ખૂબ ધમાસાણ મચ્યું છે. સૌથી પહેલા ચીફ સિલેક્ટર ઇંઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ ટીમનો સાથ છોડી દીધો. ત્યારબાદ સૌથી મોટો ઝટકો બાબર આઝમના રૂપમાં લાગ્યો, જ્યારે તેણે કેપ્ટન્સીમાંથી રાજીનામું આપી દીધું.

ટીમમાં હોબાળો થોભી રહ્યો નથી. ત્યારબાદ ફાસ્ટ બોલર હારીસ રઉફે પણ પાકિસ્તાન ટીમ માટે આગામી ટેસ્ટ સીરિઝ રમવાની ના પાડી દીધી. ત્યારબાદ ખૂબ ધમાસાણ જોવા મળ્યું. હવે પાકિસ્તાન ટીમના ડિરેક્ટર મોહમ્મદ હાફિઝે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 34 વર્ષના સ્પિનર ઓલરાઉન્ડર ઈમાદ વસીમ અને 31 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે પાકિસ્તાન ટીમ માટે રમવાની ના પાડી દીધી છે. ઈમાદે 2 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું, પરંતુ તેણે સંન્યાસની જાહેરાત જ કરી દીધી.

મોહમ્મદ હફીઝે પણ સંન્યાસ તોડીને ઘરેલુ ક્રિકેટ રમવા અને ત્યાં સાબિત કર્યા બાદ પાકિસ્તાન ટીમ માટે રમવાની વાત કહી હતી, પરંતુ આમિરે પણ આ ઓફર ઠુકરાવી દીધી. હફીઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તો ફેન્સને ખૂબ નિરાશા થઈ. ફેન્સે કહ્યું કે, આ પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ દુઃખદ છે. ઈમાદ વસિમે પાકિસ્તાન ટીમ માટે 55 વન-ડે અને 66 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જ્યારે આમિરે 36 ટેસ્ટ, 61 વન-ડે અને 50 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે ક્રમશઃ 119, 81 અને 59 વિકેટ લીધી છે.

આ બંને જ ટીમના સ્ટાર ખેલાડી રહ્યા છે, પરંતુ અંગત કારણોથી મોહમ્મદ આમિરે સંન્યાસ તોડવાની ના પાડી દીધી છે. તેણે ટેસ્ટમાં 5 વિકેટ લેવાનું કારનામું 4 વખત કર્યું છે. તે પાકિસ્તાનના શાનદાર બોલરોની લિસ્ટમાં સામેલ છે. આ સ્ટાર બોલર આમિરને મેચ ફિક્સિંગના આરોપમાં વર્ષ 2010માં જેલ જવું પડ્યું હતું. તેમાં તેને કુલ 6 મહિનાની સજા થઈ હતી. સ્પોટ ફિક્સિંગના આરોપમાં જેલ ગયા બાદ તેના પર 5 વર્ષ સુધી બેન લગાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp