રિઝવાન કબૂતરની જેમ કૂદે છે, લિપસ્ટિક.., ભારતીય અમ્પાયર અનિલ ચૌધરીએ ઉડાવ્યો મજાક

PC: cricketcountry.com

ભારતીય અમ્પાયર અનિલ ચૌધરીએ પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનું મજાક ઉડાવ્યું છે. અનિલ ચૌધરીએ એક પોડકાસ્ટમાં મોહમ્મદ રિઝવાન દ્વારા વારંવાર અપીલ કરવાને લઈ તેની ખૂબ નિંદા કરી છે અને તેને કબૂતર કહી નાખ્યો. અનિલ ચૌધરીએ 2 સ્લોગર્સ નામના પૉડકાસ્ટ પર રિઝવાનની વિકેટકીપિંગની વાત કરી અને કહ્યું કે, તે દરેક બૉલ પર અપીલ કરે છે. અનિલ ચૌધરીએ કહ્યું કે, સારા અમ્પાયર વિકેટકીપરોની નકલી અપીલ કરવાની રણનીતિથી પરિચિત હોય છે અને એટલે સમજી વિચારીને નિર્ણય લે છે.

પૉડકાસ્ટ પર જ્યારે અનિલ ચૌધરીને પૂછવામાં આવ્યું કે, શું તમે રિઝવાન વિરુદ્ધ અમ્પાયરિંગ કરી છે તો તેમણે કહ્યું ‘હા મેં એશિયા કપમાં કરી છે. તે ખૂબ અપીલ કરતો હતો, કરતો રહે. મેં બીજા અમ્પાયરને પણ કહ્યું કે, ભાઈ એમ કરતો રહેશે, ધ્યાનથી જોજો. એક વખત ખૂબ ટાઈટ અપીલ કરી અને તે અમ્પાયર આઉટ આપવાના હતા, પરંતુ પછી તેમને મારી વાત યાદ આવી ગઈ અને તે નોટ આઉટ પણ નીકળ્યો. અનિલ ચૌધરીએ કે તે દરેક બૉલ પર બરાડા પાડે છે. એ જ ને જે લિપસ્ટિક જેવી લગાવે છે. તે એવી જ રીતે કબૂતરની જેમ કૂદતો રહે છે.

અનિલ ચૌધરીએ કહ્યું કે, આજના સમયમાં બધુ જ સ્ક્રીન પર દેખાય છે તો તમે કેમ પોતાનું મજાક ઉડાવડાવો છો. સારા અમ્પાયર આ પ્રકારની વસ્તુને જાણે છે. જ્યારે અમ્પાયર સારા રહે છે તો આ પ્રકરના વિકેટકીપર લૂઝર્સ હોય છે. જે પણ વિકેટકીપર મને સાંભળી રહ્યા છે, તેમણે એ ધ્યાન આપવું જોઈએ કે ખોટી અપીલથી કંઇ થતું નથી, નહિતર જ્યારે સાચી હશે ત્યારે પણ કંઇ નહીં મળે. આ ટેક્નિકનો યુગ છે, જેમાં તમે જે ઈચ્છો સ્ક્રીન પર જોઈ શકો છો. આ પ્રકારની હરકત કરીને પોતાનું મજાક કેમ ઉડાવડાવવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp