જો રામ મંદિર બન્યું છે તો.. મોહમ્મદ શમીએ ફરી એક વખત પોતાની વાતોથી જીત્યું દિલ

PC: crickettimes.com

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું માનવું છે કે ન તો 1000 વખત જય શ્રીરામ અને ન તો 1000 વખત અલ્લાહુ અકબર બોલવામાં કોઈ પ્રકારનું નુકસાન છે. ICC વર્લ્ડ કપ 2023 બાદ જ મોહમ્મદ શમી ક્રિકેટના મેદાનથી દૂર ચાલી રહ્યો છે. એંકલ ઇન્જરી સાથે ICC વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. ત્યારથી જ એંકલ ઇન્જરીના કારણે શમી કોઈ પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમી શક્યો નથી. મોહમ્મદ શમીએ કહ્યું કે, દરેક ધર્મમાં 5-10 લોકો એવા હોય છે, જે વિરોધી ધર્મવાળા વ્યક્તિને પસંદ કરતા નથી.

મોહમ્મદ શમીએ એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે, મને તેનાથી કોઈ ફેર પડતો નથી. જુઓ કયા પ્રકારે સજદાને લઈને બહેસ થઈ, જો રામ મંદિર બન્યું, તો જય શ્રી રામ બોલવામાં કેવી પરેશાની. એક હજાર વખત બોલો, જો હું અલ્લાહુ અકબર બોલવા માગું તો હું તેને પણ એક હજાર વખત બોલી શકું છું. તેનાથી શું ફરક પડે છે? મોહમ્મદ શમીએ કહ્યું કે, સૌથી પહેલી વાત હું તેને લઈને કોઇથી ડરતો નથી. હું મુસ્લિમ છું અને હું એ પહેલા પણ કહી ચૂક્યો છું. મને મુસ્લિમ હોવા પર ગર્વ છે. મને ભારતીય હોવા પર ગર્વ છે. મારા માટે દેશ પેહલા આવે છે, જો તેનાથી કોઈને પરેશાની થઈ રહી છે, તો મને તેનાથી કોઈ ફરક પડતો નથી.

મોહમ્મદ શમીએ અગાળ કહ્યું કે, હું ખુશીથી જીવું છું અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરું છું. તેનાથી વધારે મારા માટે કંઇ મેટર કરતું નથી. જ્યાં સુધી વિવાદની વાત છે. કેટલાક લોકો આ જ ખેલ ખેલવા માટે સોશિયલ મીડિયા પર બેઠા રહે છે. મને એવા લોકોથી કોઈ ફરક પડતો નથી. જ્યાં સુધી સજદાની વાત છે, જો હું કરવા માગતો તો હું સજદા કરતો, તેનાથી કોઈ બીજાને કોઈ ફરક ન પડવો જોઈએ. વર્લ્ડ કપ 2023 દરમિયાન આ વાતને લઈને ખૂબ બહેસ થઈ હતી અને કેટલાક પાકિસ્તાની ક્રિકેટર્સ અને ક્રિકેટ ફેન્સે દાવો કર્યો કે શમી એક સમયે મેદાન પર સજદા કરવાનો હતો, પરંતુ પછી તેણે પોતાના સેલિબ્રેશનની રીત બદલી દીધી.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 વિકેટ લીધી હતી. એ દરમિયાન તે ઘૂંટણ પર બેસી ગયો હતો, ત્યારબાદ પાકિસ્તાનથી તેના માટે પ્રતિક્રિયાઓ આવી હતી કે તે સજદા કરવા માગતો હતો, પરંતુ કરી ન શક્યો. એ વાત પર પણ શમીએ મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, મેં આ પહેલા પણ ઘણી વખત 5 વિકેટ લીધી છે અને મેં ક્યારેય મેદાન પર સજદા કર્યા નથી. જો મારે સજદા કરવા હશે તો હું કરી શકું છું. તેનાથી મને કોઈ પણ તાકત રોકી નહીં શકે. શમીના આ જવાબ પર ઘણા લોકોએ તેના વખાણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp