Video: રોડથી સ્લીપ થઈને ખીણમાં પડી કાર, દેવદૂત બનીને પહોંચ્યો શમી, બચાવ્યો જીવ

PC: sports.ndtv.com

ભારતીય ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી ક્રિકેટ પીચ પર પોતાના બૉલથી કેર વર્તાવે છે. તે વિપક્ષી બેટ્સમેનોને કોઈ અવસર આપતા નથી અને તેમના માટે કાળ સાબિત થાય છે, પરંતુ તે ક્રિકેટની વિરુદ્ધ પોતાના વ્યક્તિગત જીવનમાં ખૂબ ઈમોશનલ અને વિનમ્ર વ્યક્તિ છે. ક્રિકેટ વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ મોહમ્મદ શમી રિલેક્સ મોડમાં છે. તે હાલના દિવસોમાં નૈનીતાલમાં રજા વિતાવી રહ્યો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક દુર્ઘટનાગ્રસ્ત કારમાં ફસાયેલા વ્યક્તિની મદદ કરતો નજરે પડી રહ્યો છે.

મોહમ્મદ શમીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘એ ખૂબ ભાગ્યશાળી છે, ભગવાને તેમને બીજું જીવનદાન આપ્યું છે. તેમની કાર નૈનીતાલમાં પર્વતીય રસ્તાથી નીચે ખીણ તરફ જતી રહી. મારી ગાડી બરાબર આગળ ચાલી રહ્યા હતા. અમે તેમને ગાડીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. વીડિયોમાં ભારતીય ફાસ્ટ બોલર અને તેમના સાથી દુર્ઘટનાગ્રસ્ત કાર પાસે ઊભા નજરે પડી રહ્યા છે. મોહમ્મદ શમી ભારતના વન-ડે વર્લ્ડ કપ અભિયાનમાં જલવો વિખેરનારા ખેલાડીઓમાંથી એક હતો.

દુર્ભાગ્યવશ ફાઇનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ તોડનારી હારનો સામનો કરવો પડ્યો. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપની 7 મેચોમાં 10.71ની એવરેજથી 24 વિકેટ લીધી. તે લીગ ચરણની શરૂઆતી 4 મેચોમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નહોતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયા બાદ આ 33 વર્ષીય ફાસ્ટ બોલરને રમવાનો અવસર મળ્યો. તેણે પોતાની 7 મેચોમાં 3 વખત 5 કે તેનાથી વધુ વિકેટ લીધી.

તેમાં સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 7 વિકેટ પણ સામેલ છે, જે વર્લ્ડ કપમાં કોઈ ભારતીય ખેલાડીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ છે. ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝ રમવામાં વ્યસ્ત છે. આ T20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ કરી રહ્યો છે. આ સીરિઝ માટે મોહમ્મદ શમી સહિત સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારત, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં અત્યારે 1-0થી આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp