હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડ્યા પછી પહેલીવાર શમીએ કહી મોટી વાત

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે બધી ટીમોએ પોત પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. ગયા મહિને IPLના મિની ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીઓના ઘણા મોટા નિર્ણય જોવા મળ્યા, પરંતુ ઓક્શન અગાઉ બે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખેલાડીઓના ફેરબદલે બધા ફેન્સને હચમચાવી નાખ્યા હતા. આપણે વાત કરી રહ્યા છીએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઈટન્સ (GT)ના નિર્ણયની. ગુજરાત ટાઈટન્સને 2 વખત IPL ફાઇનલમાં પહોંચાડનાર હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સે પોતાનો કેપ્ટન બનાવ્યો છે. મોહમ્મદ શમીના નિવેદને આ મુદ્દાને ફરી એક વખત હવા આપી છે.

IPL ઓક્શન અગાઉ હાર્દિક પંડ્યા પોતાની જૂની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો. ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સે તેને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો. તો બીજી તરફ ગુજરાત ટાઈટન્સે ટીમની કેપ્ટન્સી યુવા બેટ્સમેન શુભમન ગિલના હાથોમાં સોંપી દીધી છે. ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર મોહમ્મદ શમી સાથે જ્યારે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે આ મુદ્દા પર પોતાના વિચાર રાખ્યા. મોહમ્મદ શમીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'કોઈના જવાથી કોઈ ફરક પડતો નથી, ટીમનું બેલેન્સ જોવામાં આવે છે. હાર્દિક જવા માગતો હતો, તે જતો રહ્યો. એક કેપ્ટનના રૂપમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને એક વખત IPL ટ્રોફી પણ જીતી. તે જીવનભર ગુજરાત સાથે જ તો નહોતો બંધાયેલો.'

શમીએ કહ્યું કે, હવે શુભમનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે તો તેને અનુભવ પણ મળશે. કોઈ દિવસે તે પણ જતો રહશે. આ રમતનો એક હિસ્સો છે. ખેલાડી આવે છે અને જાય છે. જ્યારે તમે કેપ્ટન બનો છો તો તમારા પ્રદર્શનું ધ્યાન રાખતા જવાબદારી સંભાળવું મહત્ત્વપૂર્ણ હોય છે અને એ જવાબદારી આ વખત શુભમન ગિલને સોંપવામાં આવી છે. તેના નામના થોડો ભાર હોય શકે છે. ગિલે ચિંતા કરવાની જરૂરિયાત નથી.

હાર્દિક મુંબઇમાં ગયા બાદ શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે, ટીમમાં સીનિયર ખેલાડીઓ પાસેથી તેને મદદ મળી શકે છે. શુભમન ગિલે આ અગાઉ આટલા મોટા મંચની કેપ્ટન્સી કરી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે એક યુવા ખેલાડીની કેપ્ટન્સીમાં 2 વખતની ફાઇનાલિસ્ટ ટીમ આ વખત બાજી મારવામાં સફળ થઈ શકે છે કે નહીં. હાર્દિક પંડ્યાએ IPL 2022માં ગુજરાત ટાઈટન્સને ટ્રોફી અપાવી હતી. ત્યારબાદ વર્ષ 2023માં તેણે શાનદાર અંદાજમાં ટીમને સંભાળી, પરંતુ ફાઇનલ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પર્યો અને બેઝકિંમતી ટ્રોફી હાથમાંથી નીકળી ગઈ.

આ વખત અચાનક મુંબઈનું માઇન્ડ ચેન્જ થઈ ગયું અને તેણે હાલમાં જ હાર્દિકને ગુજરાત ટાઈટન્સ પાસેથી પાછો ખરીદી લીધો. 15 કરોડ રૂપિયાની ડીલ થઈ. આ ડીલ માટે મુંબઇએ કેમરન ગ્રીનને 17.5 કરોડ રૂપિયામાં ટ્રેડ કર્યો. ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પોતાની સાથે જોયો. હાર્દિક મુંબઇમાં ફરતા જ તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને રોહિત શર્મા, જેણે પોતાની કેપ્ટન્સીમાં મુંબઇને 5 વખત IPLની ટ્રોફી અપાવી એ હવે માત્ર એક ખેલાડી તરીકે ટીમને સેવાઓ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp