ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે ખરીદી ડ્રીમ કાર, આટલા કરોડ છે કિંમત

PC: instagram.com/mohammedsirajofficial

ભારતીય ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. તેની આગળ ભલભલા બેટ્સમેન છેતરાઇ જાય છે. શ્રીલંકા વિરુદ્ધ હાલમાં જ રમાયેલી વન-ડે સીરિઝમાં મોહમ્મદ સિરાજે 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ સીરિઝ પૂરી થયા બાદ સિરાજ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન તેણે પોતાનું એક સપનું પૂરું કર્યું છે. તેણે કરોડો રૂપિયા ખર્ચ કરીને એક નવી કાર ખરીદી છે. સિરાજે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરવા સાથે જ એક કેપ્શન પણ લખ્યું.

મોહમ્મદ સિરાજે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે, તેણે નવી કાર ખરીદી છે. સિરાજ સાથે તસવીરમાં તેનો આખો પરિવાર નજરે પડી રહ્યો છે. સિરાજે ડ્રીમ કાર સાથે કેપ્શન લખ્યું કે, તમારા સપનાઓની કોઇ સીમા નથી હતી કેમ કે એ તમને સખત મહેનત અને વધુ પ્રયાસ કરવા માટે પ્રેરિત કરે છે. એ તમારો પ્રયાસ છે જે નિરંતરતા સાથે કરવામાં આવે છે જે તમને આગળ લઇ જશે. ભાગવનના આશીર્વાદ અને મને પોતાના પરિવાર માટે @લેન્ડ રોવર પ્રાઇડ મોટર્સથી આ સપનાંની કાર ખરીદવામાં સક્ષમ બનાવવા માટે આભારી છું. જો તમે પોતાના પર વિશ્વાસ રાખો છો તો તમે એ પણ હાંસલ કરી શકો છો, જે તમે ઇચ્છો છો.

 
 
 
View this post on Instagram

A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial)

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ સિરાજે જે કાર ખરીદી છે તે લેન્ડ રોવર ઓટોબાયોગ્રાફી LWBની કિંમત લગભગ 2.60 કરોડ રૂપિયા છે. એ ટોપ મૉડલ કાર છે. તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 2996cc એન્જિન આપવામાં આવ્યું છે. એ 10.42 kmplની એવરેજ આપવામાં સક્ષમ છે. આ વેરિયન્ટમાં 11 કલર ઓપ્શન છે. તો એ 5 સીટર પેટ્રોલ કાર છે.

ઉલ્લેખનીય છે કે સિરાજ આજે ભલે આ લાયક બન્યો છે કે તે કરોડો રૂપિયાનું કંઇ પણ ખરીદી શકે છે, પરંતુ તેનું શરૂઆતી જીવન ખૂબ સંઘર્ષ ભરેલું રહ્યું છે. તે ત્યારે એવી ગાડી બાબતે કદાચ વિચારી પણ શકતો નહોતો. કોરોનાકાળમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિરાજે ડેબ્યૂ કર્યું હતું. એ સમયે તે દેશથી બહાર હતો અને ક્વોરેન્ટાઇન હતો. બીજી તરફ હૈદરાબાદમાં તેના પિતાનું નિધન થઇ ગયું હતું.

તે પોતાના પિતાનું અંતિમ દર્શન પણ કરી શક્યો નહોતો. તેના 2 દિવસ બાદ તે રમવા ઉતર્યો અને તેણે શાનદાર કરિયરની શરૂઆત કરી. આજે તે જ્યાં છે, તેની બાબતે દરેક જાણે છે. એ સમયે ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ આનંદ મહિન્દ્રાએ તેને જ્યારે થાર ગિફ્ટ કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, કાશ પોતાના પિતાને દેખાડી શકતો, પરંતુ આજે તે પોતે એટલો કાબિલ છે કે તે જે ઇચ્છે એ કાર લઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp