ત્રીજી T20મા રોહિત શર્માએ ધોનીને પણ પાછળ છોડી દીધો, આ રેકોર્ડ્સ બન્યા

PC: twitter.com

દિલધડક મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવ્યા બાદ રોહિત શર્માની ટીમે 3-0થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી મેચમાં તો રોહિત શર્માનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, જેમાં તેણે ત્રણ ત્રણ વાર બેટિંગ પર ઉતરીને બોલરોને બરાબર ધોયા હતા. સદી ફટકારનાર રોહિત શર્માએ એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, જેમાં તે ધોનીથી પણ આગળ નીકળી ગયો છે. T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાને મામલે તે સંયુક્ત રૂપથી પહેલા સ્થાને પહોંચી ગયો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે 55માંથી 42 મેચ જીતી છે. રોહિતે ઈંગ્લેન્ડના ઇયોન મોર્ગન, પાકિસ્તાનના બાબર આઝમ અને અફઘાનિસ્તાનના અસગર અફઘાનની બરાબરી કરી છે. આ ત્રણેયની કપ્તાનીમાં પણ 42 મેચ જીતી છે. ભારત તરફથી સૌથી વધુ T20 મેચ જીતવાનો રેકોર્ડ પહેલા ધોનીના નામે હતો, જેણે 41 મેચ જીતી છે, પરંતુ રોહિતે તેને પાછળ છોડી દીધો છે.

આ સિવાય T20 ઈન્ટરનેશનલમાં રોહિતે પાંચમી સદી ફટકારી દીધી હતી, જે પણ એક રેકોર્ડ છે. આ સિવાય ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ રોહિતે પોતાના નામે કરી લીધો છે. તેણે કેપ્ટન તરીકે 1648 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 1570 રન બનાવ્યા હતા. T20મા ભારતીય કેપ્ટન તરીકે મેન ઓફ ધ મેચ બનવામાં પણ રોહિત  સૌથી આગળ છે, તેને 6 વાર મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે, જ્યારે કોહલીને 3 વાર આ એવોર્ડ મળ્યો છે.

ત્રીજી T20મા બે-બે સુપરઓવર બાદ ધમાકેદાર જીત મેળવ્યા પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, મને યાદ નથી કે બે-બે સુપરઓવર પહેલા ક્યારે થઈ હતી. મને લાગે છે મેં IPLની એક મેચમાં ત્રણ વાર બેટિંગ કરી હતી. પાર્ટનરશીપ બનાવવી મહત્ત્વપૂર્ણ હતી અને અમે મોટી મેચોમાં આ ઈન્ટેન્ટને ગુમાવ્યા વગર એક-બીજા સાથે વાત કરી હતી અને આ અમારા માટે એક સારી મેચ હતી, દબાણ હતું અને લાંબી અને ઉંડાણથી બેટિંગ કરવી અને ઈન્ટેન્ટ સાથે બાંધછોડ ન કરવું મહત્ત્વપૂર્ણ હતું.

રોહિતે રિંકુ સિંહ વિશે કહ્યું હતું કે, છેલ્લી થોડી સીરિઝ જે એ રમ્યો, તેણે બતાવ્યું કે તે બેટથી શું કરી શકે છે. તે ખૂબ જ શાંત છે અને પોતાની તાકાતને સારી રીતે જાણે છે. ભારત માટે તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે આ સારા સંકેત છે. બેકએન્ડ પર એવો કોઈ વ્યક્તિ જોઈતો હતો અને અમે જાણીએ છીએ કે તેણે  IPLમા શું કર્યું છે  અને તે એને ભારતીય રંગમાં પણ લાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp