ધોનીએ રચ્યો ઇતિહાસ, અત્યાર સુધી વર્લ્ડ ક્રિકેટમાં આવું કોઈ જ કરી શક્યું નથી

PC: BCCI

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે (31 માર્ચે) ક્રિકેટ ઇતિહાસમાં એક એવો રેકોર્ડ કાયમ કર્યો છે, જેને અત્યાર સુધી કોઈ પણ વિકેટકીપર સ્પર્શી શક્યો નથી. મહેન્દ્ર સિંહ ધોનીએ આ ઐતિહાસિક રેકોર્ડ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝનમાં બનાવ્યો છે. રવિવારે વિશાખાપટ્ટનમના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પિન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ઓવરમાં પૃથ્વી શૉનો કેચ પકડ્યો હતો.

આ પ્રકારે મહેન્દ્ર સિંહ ધોની ઓવરઓલ T20 ક્રિકેટમાં શિકાર કરનારો પહેલો વિકેટકીપર બની ગયો છે. આ લિસ્ટમાં પાકિસ્તાનનો પૂર્વ વિકેટકીપર કામરાન અકમલ અને ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક સંયુક્ત રૂપે બીજા નંબર પર છે, તેમણે બરાબર 274 શિકાર કર્યા છે. દિનેશ કાર્તિક અત્યારે પણ IPL રમી રહ્યો છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમી રહ્યો છે. એવામાં તેની પાસે અત્યારે કામરાન અકમલને પછાડવાનો અવસર છે. ત્યારબાદ ત્રીજા નંબર પર દક્ષિણ આફ્રિકન વિકેટકીપર ક્વિન્ટન ડી કોક (270) અને ઇંગ્લેન્ડનો જોસ બટલર (209) છે. તેઓ અત્યારે પણ ક્રિકેટ રમી રહ્યા છે.

T20 ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ શિકાર:

મહેન્દ્ર સિંહ ધોની: 300

કામરાન અકમાલ: 274

દિનેશ કાર્તિક: 274

ક્વિન્ટન ડી કોક: 270

જોસ બટલર: 209

આવો છે ધોનીની કેપ્ટન્સીનો રેકોર્ડ

મહેન્દ્ર સિંહ ધોનનીએ ઇન્ટરનેશનલ કરિયર (ટેસ્ટ, વન-ડે અને T20)માં કુલ 332 મેચોમાં ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી છે. જે કેપ્ટન તરીકે સૌથી વધુ છે. રિકી પોન્ટિંગ 324 મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન્સી સંભાળી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ 332 મેચોમાથી 178 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે 120 મેચોમાં હાર મળી છે. 6 મેચ ટાઈ અને 15 ડ્રો રહી. ધોનીએ 90 ટેસ્ટમાં 4876, 350 વન-ડેમાં 10,773 અને 98 T20 ઇન્ટરનેશનલમાં 1,617 રન બનાવ્યા છે. તો તેણે 250 IPL મેચોમાં 5082 રન બનાવ્યા છે.

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જ્યારે 192 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન જ બનાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp