રાયડુ માટે આખી ટીમને હોટલ બહાર લાવેલો ધોની, કિસ્સો સાંભળીને દિલ ખુશ થઈ જશે

PC: BCCI

મિત્રતા શું હોય છે અને મિત્રતા નિભાવવું શું હોય છે એ જો શીખવું હોય તો કોઈ મહેન્દ્ર સિંહ ધોની પાસે શીખે. મહેન્દ્ર સિંહ ધોની પોતાની કેપ્ટન્સી, ઓનફિલ્ડ સમજ, કુલ અંદાજ, વિકેટકીપિંગ, પાવર હીટિંગ, ફિનિશિંગ સિવાય પોતાની મિત્રતા માટે પણ જાણીતો છે. મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પણ કોઈને પોતાનો મિત્ર માને છે તો પૂરા મનથી તે મિત્રતા નિભાવે છે. તે પોતાના મિત્ર માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. મહેન્દ્ર સિંહ ધોનીનો એક એવો જ કિસ્સો વર્ષ 2014નો છે.

વર્ષ 2014માં મહેન્દ્ર સિંહ ધોનીએ મિત્રના ઘરથી બનીને આવેલી બિરયાની માટે આખી ટીમ સાથે હોટલ છોડી દીધી હતી. મહેન્દ્ર સિંહ ધોનીનો આ દોસ્ત કોઈ બીજો નહીં, પરંતુ અંબાતી રાયડુ છે. IPL દરમિયાન હૈદરાબાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની એક મેચ રમાઈ રહી હતી. હૈદરાબાદ અંબાતી રાયડુનું હોમ ટાઉન છે. એવામાં તે પોતાના ઘરથી બનેલી આ ખાસ બિરયાની લઈને હોટલ પહોંચ્યો, પરંતુ હોટલમાં બહારથી લાવેલું ભોજન લઈને જવા કે ખાવાની મંજૂરી નહોતી.

જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને એ વાતની જાણકારી મળી તો તે બિરયાની ખાવા માટે ટીમના સાથીઓ સાથે હોટલથી બહાર આવી ગયો. સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ પાર્કિંગમાં બેસીને અંબાતી રાયડુના ઘરથી આવેલી બિરયાનીનો સ્વાદ ચાખ્યો હતો. આ ઘટના બાદ મહેન્દ્ર સિંહ ધોની આ હોટલથી પણ પૂરી રીતે નિરાશ થઈ ગયો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના બાદ ધોનીએ ટીમ અને સ્ટાફ સાથે આ હોટલને પણ છોડી દીધી હતી.

વર્ષ 2014માં આ ઘટનાએ ખૂબ જોર પકડ્યું હતું. જો કે, એ સમયે પણ ફેન્સે ધોનીએ પોતાના મિત્ર માટે ઊઠવેલા આ મોટા પગલાંના ખૂબ વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ અને અંબાતી રાયડુ મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે રમતા હતા. અલગ-અલગ ટીમોથી રમવા છતા મહેન્દ્ર સિંહ ધોનીએ શરૂઆતથી જ પોતાની મિત્રતાને ઉપર રાખી. ત્યારબાદ અંબાતી રાયડુ વર્ષ 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો અને ત્યારથી મહેન્દ્ર સિંહ ધોની ટીમનો હિસ્સો છે. તે મોટા ભાગે મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ પણ કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp