રોહિતની કેપ્ટન્સીમાં જીતી ભારતીય ટીમ પણ ધોનીને કેમ મળવા લાગી શુભેચ્છા

PC: businesstoday.in

રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને ચોતરફથી શુભેચ્છા મળી રહી છે. પૂર્વ ક્રિકેટરથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોટા મોટા નેતા બધા શુભેચ્છા આપી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમને જીતની આદત પાડનાર દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટીમને શુભેચ્છા પાઠવી છે. ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું ‘વર્લ્ડ કપ ચેમ્પિયન 2024. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા. શાંતચિત્ત થઈને, આત્મવિશ્વાસ બનાવી રાખીને શનાદર પ્રદર્શન કર્યું. દેશ અને દુનિયાભરમાં બધા ભારતીયો તરફથી વર્લ્ડ કપ ઘરે લાવવાની શુભેચ્છા. જન્મદિવસના શાનદાર ઉપહાર માટે આભાર.’

ધોનીની કેપ્ટન્સીમાં ભારતે વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકામાં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં ધોનીના નેતૃત્વમાં જ ભારતીય ટીમે વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ધોની આવતા મહિને 43 વર્ષનો થઈ જશે. ધોનીની આ શુભેચ્છા પર તેના ફેન્સ તેને જ શુભેચ્છા પાઠવવા લાગ્યા. તેઓ આ જીતને ધોની સાથે જોડાવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સમે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 7 રનથી હરાવી દીધી. 7 ધોનીનો જર્સી નંબર છે. તેના માટે આ લકી નંબર બતાવવામાં આવે છે. પછી ફેન્સ Thala for a Reason.

 
 
 
View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

હવે આ વર્લ્ડ કપની જીતને પણ તેના ફેન્સ તેની સાથે જોડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટ પર હજારો રીએક્શન આવી ચૂક્યા છે. મેચ જીત્યાનાં તુરંત બાદ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ટીમની એક તસવીર પોસ્ટ કરીને શુભેચ્છા આપી હતી. આ પોસ્ટ પર માત્ર 9 કલાકમાં 60 લાખ લાઇક્સ મળી ચૂકી છે અને હજારોની સંખ્યામાં રીએક્શન છે. તેના ફેન્સ લખી રહ્યા છે. Win by 7 runs thala for a reason.

સોશિયલ મીડિયા પર ટીમની જીતને લઈને પ્રતિક્રિયાઓ કંઈક આ પ્રકારે રહી છે. નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે લખ્યું ભારતીય ટીમને T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની શુભચ્છા. ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ અને અપરાજીત ટીમ. 5 ઓવર બાકી રહેતા જે સ્થિતિ હતી, ત્યારબાદ આ પ્રકારનું શાનદાર પ્રદર્શન. દરેક ખેલાડી શુભેચ્છા પાત્ર છે. સ્પિનર અને 2011 વર્લ્ડ કપ વિજેતા આર. અશ્વિને લખ્યું ‘આપણે ચેમ્પિયન બની ગયા. પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલેએ લખ્યું શુભેચ્છા ટીમ ઈન્ડિયા. શાનદાર જીત. હરભજન સિંહે લખ્યું કે, આ મારું ભારત. આપણે ચેમ્પિયન છીએ. ટીમ પર ગર્વ છે.

યુવરાજ સિંહે લખ્યું કે, આખરે તમે કરી દેખાડ્યું. હાર્દિક પંડ્યા તું હીરો છે. જસપ્રીત બૂમરાહ એક ઓવરમાં ભારતને મેચને લાવી. રોહિત શર્મા માટે ખૂબ ખુશ છું. દબાવમાં શાનદાર કેપ્ટન. કોહલી, દ્રવિડ અને આખી ટીમને શુભેચ્છા. સૂર્યાએ શું કેચ પકડ્યો. સચિન તેંદુલકરે લખ્યું ચક દે ઈન્ડિયા. સૌરવ ગાંગુલીએ લખ્યું ‘રોહિત શર્મા અને ટીમને શુભેચ્છા. શું શાનદાર જીત. બૂમરાહનું શાનદાર પ્રદર્શન, વિરાટ, અક્ષર, હાર્દિક બધા સારા રમ્યા. રાહુલ દ્રવિડ અને સહયોગી સ્ટાફને શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp