'ધોની મારા ખિસ્સામાં..' કેવિન પીટરસનના નિવેદન પર ઝહીર ખાને આપ્યો જડબાતોડ જવાબ
હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે અનેબંને ટીમ સીરિઝમાં 1-1થી બરાબર પર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન અને ભારતીય દિગ્ગજ બોલર વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું. બંને જ દિગ્ગજોએ એક-બીજા પર ખૂબ કટાક્ષ કર્યો, પરંતુ ઝહીર ખાનનો કટાક્ષ વાયરલ થઈ ગયો. કેવિન પીટરસને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક એવી પ્રતિક્રિયા આપી, જેના કારણે તેને ટ્રોલર્સના નિશાના પર આવવું પડ્યું. આવો આ આર્ટિકલમાં જાણીએ શું છે આખો મામલો.
ઇંગ્લેન્ડના કેવિન પીટરસન અને ભારતના ઝહીર ખાન વચ્ચે કમેન્ટ્રી કરતી વખત વાકયુદ્ધ છેડાઈ ગયું. કેવિન પીટરસને મહેન્દ્ર સિંહ ધોનીને લઈને કહ્યું કે, તમે જાણો છો કે મારા ખિસ્સામાં બીજું શું છે? મહાન મહેન્દ્ર સિંહ ધોની. એ મારા ખિસ્સામાં કામરાન અકમલની બાજુમાં છે. તેના પર ભારતીય પૂર્વ ફાસ્ટ બોલરે વિલંબ કર્યા વિના જવાબ આપ્યો. ઝહીર ખાને કહ્યું કે, તમે જાણો છો કે હું હાલમાં જ યુવરાજ સિંહને મળ્યો હતો અને કેવિન પીટરસન તેના ખિસ્સામાં છે. તેના પર કેવિન પીટરસન હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને ખબર હતી કે તમે એમ કહેવાના છો.
કેવિન પીટરસને કહ્યું કે, યુવરાજે તેને ઘણી વખત પોતાની જાળમાં ફસાવ્યો છે. તેના પર ઝહીર ખાને કહ્યું કે, મને યાદ છે કે પીટરસને યુવીને એક ખાસ નામ પણ આપ્યું હતું. કેવિન પીટરસને કહ્યું હા અને તેને તેણે થોડા સમય માટે પોતાની E-mail IDના રૂપમાં ઉપયોગ પણ કર્યો. મેદાન પર અમારી વચ્ચે શાનદાર લડાઇઓ, કેટલીક સુંદર લડાઇઓ થઈ છે અને જ્યારે તમે આટલા લાંબા સમાય સુધી રમો છો તો એવું જ થાય છે. સારી વાત એ છે કે તમે તેની બાબતે વાત કરી શકો છો અને તેનો આનંદ લઈ શકો છો. આ એ જ વાત છે જે અશ્વિન જેવો વ્યક્તિ બેન સ્ટોક્સ સાથે ત્યારે કરશે જ્યારે તેનું કરિયર પૂરું થઈ જશે. તેઓ આ પ્રકારે હસી મજાક કરી રહ્યા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp