ગંભીરે કહ્યું ધોની છે સૌથી બેસ્ટ પાર્ટનર, આપ્યું આ કારણ
ગૌતમ ગંભીર હાલમાં જ વર્લ્ડ કપ 2023 દરમિયાન કમેન્ટ્રી દરમિયાન પોતાના નિવેદનને લઇ ચર્ચામાં રહ્યો હતો. આ નિવેદન તેણે નામ લીધા વિના ધોનીને લઇ આપ્યું હતું. નામ લીધા વિના ગંભીરે ધોનીને ટોણો માર્યો હતો. ખેર, હવે ફરી એકવાર ગંભીર તેના એક નિવેદનને લઇ ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેણે ધોનીનું નામ લઇને એક નિવેદન આપ્યું છે. ગંભીરે પોતાના ફેવરિટ બેટિંગ પાર્ટનર તરીકે ધોનીનું નામ લીધું છે. જેને લઇ સૌ કોઇ ચોંકી ગયા છે. થવું પણ જોઇએ, કારણ કે સામાન્ય રીતે આવું ઓછું જોવામાં આવ્યું છે કે જ્યારે ગંભીરે ધોનીને કોઇ બાબતમાં પોતાનો ફેવરિટ ગણાવ્યો છે. જોકે, સવાલ એ છે કે, સેહવાગ સાથે ભારતીય ઈનિંગની શરૂઆત કરવા આવનારા ગંભીરે ધોનીને પોતાનો ફેવરિટ બેટિંગ પાર્ટનર કેમ કહ્યો? તેની પાછળ પણ મોટું કારણ છે.
ગંભીરે કહ્યું કે, મોટા ભાગના લોકોને એવું લાગે છે કે વિરેન્દર સેહવાગ મારો ફેવરિટ ઓપનિંગ પાર્ટનર હતો. પણ સાચું કહું તો મને ધોની સાથે બેટિંગ કરવામાં વધારે મજા આવતી હતી. ખાસ કરીને વ્હાઈટ બોલ ક્રિકેટમાં. ગંભીર અનુસાર, ક્રિકેટના આ ફોર્મેટમાં ધોની તેનો ફેવરિટ બેટિંગ પાર્ટનર હતો. કારણે આમાં બંને ખેલાડીઓએ ખૂબ જ સુંદર પાર્ટનરશીપ કરી હતી.
ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પોતાના આ નિવેદનમાં જ તેનું કારણ પણ જણાવી દીધું છે. જેના દમે તે મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના ફેવરિટ બેટિંગ પાર્ટનર કહી રહ્યો છે. ગંભીરનું આવું કહેવા પાછળનું કારણ છે, તેના અને ધોની વચ્ચે થયેલી પાર્ટનરશીપ. ક્રિકેટમાં પાર્ટનરશિપનો મોટો રોલ રહ્યો છે અને એજ બાબત ભારત માટે ધોની અને ગંભીરની વચ્ચે જોવા મળી છે.
ધોની-ગંભીરની પાર્ટનરશિપમાં બેટિંગ સરેરાશ
ભારત માટે પાર્ટનરશિપમાં 1000 કે તેનાથી વધારે રન બનાવનારા બેટ્સમેનોની વચ્ચે ધોની અને ગંભીરની જોડી ત્રીજી સૌથી વધારે સરેરાશ રાખનારી જોડી છે. આ બંનેએ વનડેની 18 ઈનિંગોમાં 74.70ની સરેરાશથી રન બનાવ્યા છે. પાર્ટનરશિપમાં આનાથી સારો રેકોર્ડ માત્ર રોહિત શર્મા- લોકેશ રાહુલ અને ગાવાસ્કર-અઝરુદ્દીનની જોડીના નામે છે. રોહિત-રાહુલે 83.53 અને ગાવાસ્કર-અઝરુદ્દીને 78ની સરેરાશથી 16-16 ઈનિંગ્સમાં 1000 પ્લસ રન બનાવ્યા છે.
હવે તો તમને ખબર પડી જ ગઇ હશે કે શા માટે ધોની ગૌતમ ગંભીરનો ફેવરિટ બેટિંગ પાર્ટનર છે. કારણ કે તેની સાથે મળીને કમાલ કરી છે. હાલમાં ગંભીર લેજેન્ડ્ઝ લીગ ક્રિકેટમાં રમી રહ્યો છે, તો ધોની તેના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp