હાર બાદ ધોની હેન્ડ શેક કર્યા વગર જ પેવેલિયન ચાલ્યો ગયો, જુઓ વીડિયો

PC: twitter.com

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામે હાર બાદ IPLની પ્લેઓફ્સની રેસમાંથી બહાર થયેલી ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ ખૂબ જ નિરાશ છે, તેઓ ક્વોલિફાય થવાની એકદમ નજીક આવીને હારી ગયા હતા. આમાં સૌથી વધુ જો કોઈનું દુખ જોવા મળ્યું હતું તો તે છે મહેન્દ્ર સિંહ ધોની. ધોની આઉટ થયા બાદ ડગઆઉટમાં બેસી ગયો હતો અને એકદમ નિરાશ જોવા મળ્યો હતો. પણ ચોકાવનારી વસ્તુ એ  રહી કે, તે સ્ટેડિયમ પર મેચ પૂરી થઈ ગઈ ત્યાર બાદ બેંગ્લોરના ખેલાડીઓ સાથે હાથ મળાવ્યા વગર જ પેવેલિયન જવા નિકળી ગયો હતો, જેનો વીડિયો પર વાયરલ થયો હતો. ધોનીની આ હરકતથી ઘણા ક્રિકેટ ફેન્સે તેને ટીકા કરી હતી અને કહ્યું હતું કે, હાર-જીત તો થતી રહે પણ ખેલાડીએ ખેલભાવના ન ભૂલવી જોઈએ.

શું ધોનીના કારણે હારી CSK? આ મોટી ભૂલના કારણે હાથમાંથી નીકળી ગઇ પ્લેઓફની ટિકિટ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની પોતાની અંતિમ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે જ CSKની ટૂર્નામેન્ટમાંથી વિદાઇ પણ થઇ ગઇ છે. તે પ્લેઓફમાં જગ્યા ન બનાવી શકી. ચેન્નઇ સુપર કિંગ્સ માત્ર થોડા અંતરથી પ્લેઓફમાં જગ્યા બનાવતા ચૂંકી ગઇ. ટીમની આ હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીના બેટિંગ ઓર્ડર પર સવાલ ઉઠી રહ્યા છે કે અંતે એટલી મહત્ત્વની મેચમાં પણ તે એટલા નીચેના ક્રમમાં બેટિંગ કરવા કેમ આવ્યો?

જો ધોની બેટિંગ ઓર્ડરમાં ઉપર આવતો તો કદાચ મેચની સ્થિતિ પણ કંઇક અલગ હોય શકતી હતી. મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાં ફરી એક વખત ખૂબ નીચે બેટિંગ કરવા આવ્યો હતો. અહી સુધી કે ધોનીએ નીચેના ક્રમમાં આવીને 13 બૉલમાં 25 રનોની ઇનિંગ રમી હતી. તેણે અંતિમ ઓવરમાં આઉટ થવા અગાઉ 110 મીટરનો લાંબો સિક્સ લગાવ્યો હતો. એવામાં મહેન્દ્ર સિંહ ધોની વધારે ઉપર આવીને બેટિંગ કરતો તો પછી મેચની સ્થિતિ અલગ બની શકતી હતી.

જે સમય મિચેલ સેન્ટનરના કારણે બરબાદ થયો, એ બચી જતો. મહેન્દ્ર સિંહ ધોની એક લાંબી ઇનિંગ રમીને ટીમને મેચ જીતાડી શકતો હતો કેમ કે ને પ્લેઓફમાં જવા માટે 201 રન જોઇતા હતા અને તે 191 રન જ બનાવી શકી. ટીમ માત્ર 10 રનના કારણે પ્લેઓફમાં જતા ચૂંકી ગઇ. મિચેલ સેન્ટનરે જે 4 બૉલ રમ્યા હતા, જો એ 4 બૉલ મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલા આવીને રમ્યા હોત તો સ્થિતિ અલગ થઇ શકતી હતી.

ઉલ્લેખનિય છે કે આ મેચમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમા 5 વિકેટ ગુમાવીને 218 રનોના વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમા 7 વિકેટ ગુમાવીને 191 રન જ બનાવી શકી. રવિન્દ્ર જાડેજા 22 બૉલમાં 42 રન બનાવીને નોટઆઉટ રહ્યો, પરંતુ ટીમને જીત ન અપાવી શક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp