શું ધોનીનું કરિયર પૂરું? BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર, ધોનીનું નામ નહીં

PC: crictracker.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ (BCCI)એ ગુરુવારે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ નથી. ધોની સપ્ટેમ્બર, 2019 બાદથી કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ નથી રમ્યો. એવામાં તેના કરિયર પર ફરી એકવાર સવાલ ઊભા થઈ રહ્યા છે. સમર્થકો તરફથી સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, શું મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર પૂરું થઈ ગયું છે.

જ્યારે ગ્રેડ Aમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ, શિખર ધવન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ અને રિષભ પંતના નામ સામેલ છે. ગ્રુપ Bની વાત કરીએ તો તેમાં રિદ્ધિમાન સહા, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલને સામેલ કરાયા છે.

BCCIએ ગુરુવારે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે, જે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી રહેશે. આ લિસ્ટમાં એ તમામ 30 ખેલાડીઓના નામ છે, જે ટીમ ઈન્ડિયા માટે દરેક પ્રકારના ફોર્મેટમાં રમે છે. BCCI તરફથી જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં ગ્રેડ A+ની લિસ્ટમાં ત્રણ ખેલાડીઓ સામેલ છે. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સામેલ છે.

જ્યારે ગ્રુપ Cની વાત કરીએ તો તેમાં કેદાર જાદવ, નવદીપ સૈની, દીપક ચહર, મનિષ પાંડે, હનુમા વિહારી, શાર્દૂલ ઠાકુર, શ્રેયસ ઐય્યર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2019ની સેમિફાયનલ બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ પિચ પર નથી દેખાયો. આ દરમિયાન ભારત ઘણી વનડે અને T20 મેચ રમ્યું છે, પરંતુ ધોની સંપૂર્ણરીતે ગાયબ છે. થોડાં દિવસ પહેલા તેણે એક નિવેદન આપ્યું હતું કે, કોઈપણ મેચ રમવાનો સવાલ તેને જાન્યુઆરી બાદ જ પૂછવામાં આવે. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે, એમ. એસ. ધોની ટીમ ઈન્ડિયા પર બોજ બનવા નથી માગતો, પરંતુ તે ટૂંક સમયમાં જ એક મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો હિસ્સો બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp