મહેન્દ્ર સિંહ ધોનીને ફરી મળી શકે છે BCCI કોન્ટ્રાક્ટ, આ શરત પૂરી કરવી પડશે

PC: thecricketer.com

મહેન્દ્ર સિંહ ધોનીને BCCIએ વર્ષ 2019-2020ની કરાર લિસ્ટમાંથી બહાર કરી દીધો છે. ગયા કરારમાં ધોની ગ્રેડ એમાં સામેલ હતો. પણ 6 મહિનાથી ધોની ટીમ ઈન્ડિયાથી બહાર છે, માટે તેનો સમાવેશ કરારમાં કરવામાં આવ્યો નથી. જોકે, BCCIએ ચોખવટ કરી દીધી છે કે જો ધોની ક્રિકેટ રમવા માગે છે તો તેને કરારમાં જગ્યા આપવામાં આવશે.

ધોની જો ટી20 ટીમમાં સામેલ થાય તો જ તેને કરારની લિસ્ટમાં ફરી સામેલ કરવામાં આવી શકે છે. જોકે, તેની સંભાવના ઓછી જ છે. મોજૂદ નિયમ અનુસાર, એ જ ખેલાડીઓને કરાર આપવામાં આવી શકે છે જેણે ઓછામાં ઓછી 3 ટેસ્ટ કે 8 વનડે રમી હોય. જો ધોની 3 ટી20 મેચ કે 8 વનડે રમે તો જ લિસ્ટમાં સામેલ થઈ શકે છે.

BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, જો ધોની ઓસ્ટ્રેલિયામાં થનારા ટી20 વર્લ્ડ કપમાં કે તેના પહેલા ટીમ ઈન્ડિયામાં આવી જાય તો તેને મેચોના આધારે ફરી કરાર આપવામાં આવશે.

ધોનીની નિવૃત્તિ બાબતે અધિકારીએ કહ્યું કે, આ વિશે તો ધોની પોતે જ કહી શકે છે. ધોનીને કરારમાં સામેલ નહિ કરવાના નિર્ણય અંગે બોર્ડે પહેલાથી જ ધોનીને જાણ કરી દીધી હતી.

ધોની સપ્ટેમ્બર 2019થી એક પણ મેચ નથી રમ્યો એ કારણે તેને કરારમાં સામેલ કરવામાં આવ્યો નથી. BCCIએ ગુરુવારે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ નથી. ધોની સપ્ટેમ્બર, 2019 બાદથી કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ નથી રમ્યો. એવામાં તેના કરિયર પર ફરી એકવાર સવાલ ઊભા થઈ રહ્યા છે. સમર્થકો તરફથી સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, શું મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર પૂરું થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp