ધોનીએ પહેલી વખત પોતાના સૌથી પસંદગીના ખેલાડીના નામનો કર્યો ખુલાસો
મેદાન બહાર તો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પસંદ અને નાપસંદ બાબતે બધાને ખબર છે. કરોડો ફેન્સ જાણે છે કે તેમને બાઇક અને કારોનો કેટલો બધો શોખ છે. તે કેવી રીતે શાંતચિત્તે પોતાની જિંદગી વિતાવવાનું પસંદ કરે છે, પરંતુ મેદાન પર તેની પસંદ કેવી રહી છે, તેનો ઉલ્લેખ ક્યારેક ક્યારેક જ તેમણે કર્યો છે. મતલબ તેમના પસંદગીના બેટ્સમેન કે બોલર કોણ છે કે વર્તમાનમાં કોણ છે વગેરે વગેરે. હાલમાં જ હવે તેમાં એક પહેલું સામે આવ્યું છે અને તેણે એક સાર્વજનિક કાર્યક્રમમાં સ્પષ્ટ કહી દીધું કે વર્તમાન ભારતીય ટીમના દિગ્ગજોમાં તેનો પસંદગીનો ખેલાડી કોણ છે.
જ્યારે તાજેતરના જ એક કાર્યક્રમમાં મહેન્દ્ર સિંહ ધોનીના પસંદગીના ખેલાડીનું નામ પૂછવામાં આવ્યું તો તેણે વિલંબ કર્યા વિના જ જસપ્રીત બૂમરાહનું નામ લીધું. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કરતા કહ્યું કે, વર્તમાનમાં તેનો કોઇ પસંદગીનો બેટ્સમેન નથી. તેનું કારણ વધારે વિવિધતા હોવાનું છે. ધોનીએ કહ્યું કે, તેનો અર્થ એ નથી કે અહી કોઇ સારો બેટ્સમેન નથી. મારો પસંદગીનો બોલર જસપ્રીત બૂમરાહ છે. બેટ્સમેનો બાબતે ધોનીએ કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે કોઇ એકનું નામ લેવાનું ખૂબ મુશ્કેલ થઇ જાય છે.
Mahi in a Recent Event Said Jasprit Bumrah is his Current Favourite Fast Bowler ! 🇮🇳😍#MSDhoni #JaspritBumrah #TeamIndia
— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) July 31, 2024
🎥 via @junaid_csk_7 pic.twitter.com/8lRNotBlpv
તેણે કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે જ્યારે કોઇ એકને બેટિંગ કરતા જુઓ તો લાગે છે કે તેને જ જોતા રહો. પરંતુ ત્યારે કોઇ બીજો બેટ્સમેન આવે છે. તે પણ એટલો જ સારો હોય છે. એવામાં જ્યાં સુધી ભારતીય ટીમ સારું કરી રહી છે, ત્યાં સુધી હું કોઇ એક બેટ્સમેનને પસંદ કરવા માગતો નથી. મને આશા છે કે તેઓ રન બનાવતા રહેશે.
ઉલ્લેખનીય છે કે જસપ્રીત બૂમરાહ માટે T20 વર્લ્ડ કપ શાનદાર રહ્યો હતો. તે ભારત માટે અર્શદીપ બાદ સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. તેણે 8 મેચોમાં કુલ 15 વિકેટ લીધી, પરંતુ તેની ઇકોનોમી રેટ જોઇને દરેક આશ્ચર્યચકિત રહી ગયું હતું. તેણે આખા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 4.17ની ઇકોનોમી રેટથી રન આપ્યા. T20 ક્રિકેટમાં એમ કરવું એક અવિશ્વસનીય કામ છે. નોંધનીય છે કે બૂમરાહને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. તેને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ અટકળો છે કે તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં વાપસી કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp