ક્રિકેટમાંથી સંન્યાસ બાદ CSKના કેપ્ટન ધોનીનો શું છે પ્લાન? ખોલી દીધું રહસ્ય

PC: BCCI

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક શૉમાં પોતાના સંન્યાસ બાદના પ્લાન બાબતે જણાવ્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, તે ભારતીય આર્મી સાથે વધુ સમય વિતાવવા માગે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. જો કે, IPLમાંથી પણ તે જલદી જ સંન્યાસ લઈ શકે છે.

IPL 2024માં ધોની ચેન્નાઈની કેપ્ટન્સી કરતો નજરે પડશે. કદાચ ખેલાડી તરીકે ધોનીની આ છેલ્લી સીઝન હોય શકે છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ગત સીઝનમાં પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ટીમે ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ (GT)ને હરાવી હતી. એક ઇવેન્ટમાં ફેનના સવાલનો જવાબ આપતા ધોનીએ કહ્યું કે, તે રિટાયર થયા બાદ આર્મી સાથે સમય વિતાવવા માગે છે. તેણે કહ્યું કે, ‘મેં તેની બાબતે વિચાર્યું નથી. હું અત્યારે પણ ક્રિકેટ રમી રહ્યો છું. IPLમાં રમી રહ્યો છું. એ જોવાનું રસપ્રદ હશે કે હું ક્રિકેટ બાદ શું કરું છું. મને લાગે છે કે હું નિશ્ચિત રૂપે સેના સાથે હજુ થોડો સમય વિતાવવા માગું છું કેમ કે છેલ્લા કેટલાક વર્ષોમાં હું એમ કરવામાં સક્ષમ નથી.’

મહેન્દ્ર સિંહ ધોનીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 T20 મેચ રમી છે જેમાં ક્રમશઃ 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે. તેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી છે. અને તે એમ કરનારો દુનિયાનો પહેલો કેપ્ટન છે. IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેણે 250 મેચ રમી છે, જેમાં 5082 રન બનાવ્યા છે. સાથે જ 5 વખત ટ્રોફી પોતાના નામે કરી છે.

ચેન્નાઈએ IPL 2024ના રિટેન્શન સમય સીમા અગાઉ 8 ખેલાડીઓને રીલિઝ કર્યા હતા. IPL ઓક્શનમાં 6 ખેલાડીઓને ખરીદ્યા. ડેરિલ મિચેલ (14 કરોડ), સમીર રિઝવી (8.4 કરોડ), શાર્દૂલ ઠાકુર (4 કરોડ), રચીન રવિદ્ર (1.8 કરોડ રૂપિયા), મુસ્તફિઝુર રહમાન (2 કરોડ), અવનીશ અને રાવ અરાવલલી (20 લાખ રૂપિયા)ને ટીમે ખરીદ્યા છે.

IPL 2024 માટે ચેન્નાઈની આખી ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), દેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, મહિશ તીક્ષ્ણા, રવીન્દ્ર જાડેજા, મથિશા પથિરાના, અજિંક્ય રહાણે, મુકેશ ચૌધરી, શિવમ દુબે, દીપક ચાહર, મિચેલ સેન્ટનર, નિશાંત સિંધુ, રાજવર્ધન હંગરગેકર, અજય મંડલ, શેખ રશીદ, સિમરનજીત સિંહ, પ્રશાંત સોલંકી, રચીન રવીન્દ્ર, શાર્દૂલ ઠાકુર, ડેરિલ મિચેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહમાન, અરાવલી અવનીશ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp