ધોનીએ karaoke નાઈટમાં ‘જબ કોઈ બાત બિગડ જાયે’ ગીત ગાયુ, જુઓ વીડિયો

PC: gstatic.com

મહેન્દ્ર સિંહ ધોનીનો જૂના ગીતો પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છુપો નથી. કિશોર કુમારનો તે પ્રશંસક છે. તમે ધોનીને જૂનો ગીતો ગણગણતો ઘણીવાર જોયો હશે. હાલના જ ધોનીએ તેના મિત્રની સાથે karaoke નાઈટમાં ભાગ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.

ધોનીનો તે karaoke નાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. જેમાં ધોની ફિલ્મ ‘જુર્મ’નું કુમાર શાનુએ ગાયેલું ગીત ‘જબ કોઈ બાત બિગડ જાયે’ ગાઈ રહ્યો છે. ફેન્સ ધોનીનો આ વીડિયો જોઈને ખુશ થઈ રહ્યા છે.

ધોનીના એક ફેન ક્લબે આ વીડિયો શેર કર્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. ગાંગુલીએ જણાવ્યું હતું કે, ધોનીના ભવિષ્યને લઈને નિર્ણય કરવા માટે હજું ઘણો સમય બાકી છે. આવનારા ભવિષ્યમાં તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે.

હવે થોડા જ સમયમાં ધોનીના કેરિયરને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વિશ્વકપની સેમિફાઈનલમાં મેચ રમ્યા બાદ તેણે એક પણ ફોર્મેટમાં મેચ રમી નથી. ગાંગુલીએ ઉમેર્યું હતું કે, અમુક વસ્તુઓ સ્પષ્ટ છે. પણ ધોનીના કેરિયરને લઈને કેટલીક વાતો પબ્લિક પ્લેટફોર્મ પરથી કહી ન શકાય. ધોનીના કેરિયરને લઈને હું સ્પષ્ટ છું. જ્યારે સમય આવશે ત્યારે જાહેર કરીશ. તેથી સૌને ખ્યાલ આવી જશે.

વિશ્વકપ 2019 બાદ ધોની અંગે અનેક અટકળ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ, પોતાની કેરિયરને લઈને ધોનીએ હજું કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જ્યારે BCCIના અઘ્યક્ષને ધોનીની કેરિયર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હજું સમય બાકી છે. આ પહેલા ઈન્ડિયન ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે IPL2020થી ધોનીના ભવિષ્યને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહેન્દ્રસિંહ ધોનીના નજીકના સુત્રોએ જણાવ્યું હતું કે તેઓ આવનારા ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લઈને ફરી કેરિયર શરુ કરશે. હાલમાં તે આરામ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp