MIની જર્સીમાં લગાવી આગ, ફોલોઅર્સ ઘટ્યા, રોહિતને કેપ્ટન્સીમાંથી હટાવવાથી હોબાળો

PC: twitter.com

મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ પોતાના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને હટાવી દીધો છે. ફ્રેન્ચાઇઝીએ ગુજરાત ટાઈટન્સ (GT)થી ટ્રેડ થઈને આવેલા હાર્દિક પંડ્યાને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. X (અગાઉ ટ્વીટર) પર #ShameOnMI સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. હાર્દિક પંડ્યા વર્ષ 2021 સુધી મુંબઇનો જ હિસ્સો હતો. રોહિત શર્મા વર્ષ 2013થી જ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હતો. તેની કેપ્ટન્સીમાં ટીમ 5 વખત ચેમ્પિયન બની છે. મુંબઈ ઇન્ડિયન્સને રોહિતના કારણે જ ભારે ફેન ફોલોઇંગ મળી છે.

સોશિયલ મીડિયા પર રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવવાના કારણે ફેન્સ ખૂબ ગુસ્સામાં છે. એક ફેને મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં આગ લાવતતા વીડિયો શેર કર્યો. તો એક મુંબઈની ટોપીને પગ નીચે કચડ્યા બાદ તેમાં આગ લગાવી રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના ઝંડાને પણ ફેન્સ આગ લગાવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવવાની અસર જોવા મળી રહી છે. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના સમયે મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ પર 13.2 મિલિયન્સ ફોલોઅર્સ હતા. અત્યારે 24 કલાકનો પણ સમય થયો નથી અને મુંબઈ ઇન્ડિયન્સના ફોલોઅર્સ 12.8 મિલિયન્સ થઈ ગયા છે.

X (ટ્વીટર) પર પણ 8.6 મિલિયન્સથી મુંબઈના ફોલોઅર્સ 8.2 મિલિયન્સ જ રહી ગયા છે. ફેન્સનો ગુસ્સો જોતા હજુ પણ ફોલોઅર્સ ઘટે તેવી આશા રાખવામાં આવી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવવાથી વધારે તેની રીતથી નારાજ છે. ફેન્સનું માનવું છે કે રોહિત શર્માને જે રિસ્પેક્ટ મળવી જોઈતી હતી એ ન મળી. ફેન્સમાં આ કારણે વધારે ગુસ્સો છે. અત્યાર સુધી રોહિત શર્માએ તેના પર પ્રતિક્રિયા આપી નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સને પોતાની કેપ્ટન્સીમાં કુલ 5 IPL ટ્રોફી જીતાડી છે. મુંબઈ ઇન્ડિયન્સે વર્ષ 2013, વર્ષ 2015, વર્ષ 2017, વર્ષ 2019 અને વર્ષ 2020માં IPL ટ્રોફી પોતાના નામે કરી છે. તો IPL 2024 અગાઉ હાર્દિક પંડ્યાએ પલટી મારતા મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી કરી. આ અગાઉ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ (GT)નો કેપ્ટન હતો. હાર્દિકે વર્ષ 2022 અને વર્ષ 2023માં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી અને પહેલી વખત ટીમને ચેમ્પિયન અને બીજી વખત રનર્સઅપ બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp