'રોહિતથી તો ન થયું..', શું MI પર લાગેલા આ દાગને હટાવી શકશે પંડ્યા, 2013થી...

PC: thehindu.com

હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ (MI) આજે પોતાના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 અભિયાનની શરૂઆત ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ મેચ રમીને કરશે. મુંબઈ ઇન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સામે સીઝનમાં ઘણા પડકાર હશે. આ પડકારોમાંથી એક એ પણ છે કે તેણે મુંબઈની ટીમ પર લાગેલા એ ડાઘને હટાવવો પડશે, જેને છેલ્લા 11 વર્ષમાં રોહિત શર્મા પર હટાવી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સે આ વર્ષે રોહિત શર્માની કેપ્ટન્સી છીનવીને હાર્દિક પંડ્યાને સોંપી છે.

હાર્દિક પંડયા આ અગાઉ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો. તેની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સ 2 વખત ફાઇનલ પહોંચી અને એક વખત તેણે ટ્રોફી પણ પોતાના નામે કરી છે. મુંબઈ ઇન્ડિયન્સે વર્ષ 2013માં પોતાની પહેલી IPL ટ્રોફી જીતી હતી. છેલ્લા 11 વર્ષોમાં ટીમ રેકોર્ડ 5 ટ્રોફી પોતાના નામે કરી ચૂકી છે, પરંતુ આ દરમિયાન તેણે ક્યારેય સીઝનની પહેલી મેચ જીતી નથી. જી હા, મુંબઈ ઈન્ડિયન્સનો આ રેકોર્ડ રહ્યો છે, તે IPL 2013થી ક્યારેય પણ સીઝનની પહેલી મેચ જીતી નથી.

ટૂર્નામેન્ટમાં છેલ્લા 11 ઓપનિંગ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સને હવે હાર્દિક પંડ્યા પાસે આશા હશે કે તે આ હારના સિલસિલાને IPL 2024 તોડે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલી વખત IPL ઇતિહાહાસમાં પોતાના અભિયાનની શરૂઆત ગુજરાત ટાઈટન્સ સામે કરવા જઇ રહી છે. છેલ્લી 11 સીઝનમાં ટીમને ઓપનિંગ મેચમાં સૌથી વધુ વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હરાવી છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, RPS અને દિલ્હી કેપિટલ્સે 2-2 વખત તેને હરાવી છે.

IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સની સીઝનની પહેલી મેચનો રેકોર્ડ:

IPL 2013: હાર, વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2014: હાર, વર્સિસ કોલકાતા નાઈટ રાઈડર્સ

IPL 2015: હાર, વર્સિસ કોલકાતા નાઈટ રાઈડર્સ

IPL 2016: હાર વર્સિસ RPS

IPL 2017: હાર, વર્સિસ RPS

IPL 2018: હાર, વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ

IPL 2019: હાર, વર્સિસ દિલ્હી કેપિટલ્સ

IPL 2020: હાર, વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ

IPL 2021: હાર વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2022: હાર વર્સિસ દિલ્હી કપિટલ્સ

IPL 2023: હાર, વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.

ખેર હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ આજે એ રેકોર્ડ તોડી શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp