પ્લેઓફથી બહાર થવા છતા MIએ બનાવ્યા 3 મહારેકોર્ડ, આમ કરનારી દુનિયાની પહેલી ટીમ બની

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે કોઈ માઠા સપનાથી ઓછી ન રહી. સીઝનની શરૂઆત અગાઉ જ મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. હાર્દિક પંડ્યાને શરૂઆતી મેચોમાં ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. પછી મુંબઈની ટીમ પ્લેઓફ માટે પણ ક્વાલિફાઈ ન કરી શકી. IPL 2024ની 14 મેચોમાંથી ટીમ માત્ર 4 મેચમાં જ જીત હાંસલ કરવામાં સફળ થઈ. આ કારણે મુંબઈ ઇન્ડિયન્સ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા નંબર પર રહી, પરંતુ પ્લેઓફમાં ન પહોંચીને પણ મુંબઈની ટીમે IPL 2024માં 3 મોટા રેકોર્ડ બનાવ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સે બનાવ્યો સૌથી મોટો સ્કોર:

મુંબઈ ઇન્ડિયન્સની ટીમે IPL 2024માં દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ મેચમાં 247 રનોનો સ્કોર બનાવ્યો. IPLના ઇતિહાસમાં એ મુંબઈ ઇન્ડિયન્સનો સૌથી મોટો સ્કોર છે. IPL 2024માં જ મુંબઇએ 246 રનોનો સ્કોર હૈદરાબાદ વિરુદ્ધ બનાવ્યો હતો. IPL 2024 અગાઉ મુંબઈ ઇન્ડિયન્સનો સૌથી મોટો સ્કોર 235 રન હતો, જે ટીમે વર્ષ 2021માં બનાવ્યો હતો.

T20 ક્રિકેટમાં જીતી 150 મેચ:

મુંબઈ ઇન્ડિયન્સે IPL 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમને 29 મેચમાં હરાવી હતી. આ T20 ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સની 150મી જીત હતી. મુંબઈ ઇન્ડિયન્સ T20 ક્રિકેટના ઇતિહાસમાં 150 મેચ જીતનારી પહેલી ટીમ છે. T20 ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ અગાઉ કોઈ પણ ટીમ એટલી મેચ જીતી શકી નથી, જ્યારે ભારતીય ટીમે માત્ર 144 મેચ જીતી છે.

એવી કમાલ કરનારી પહેલી ટીમ:

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં મેચ જીતી હતી. મુંબઈની વાનખેડે સ્ટેડિયમમાં 50મી જીત હતી. તેની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ IPLમાં એક મેદાન પર 50 મેચ જીતનારી પહેલી ટીમ બની હતી. મુંબઈ અગાઉ એક ગ્રાઉન્ડ પર એટલી મેચ કોઈ ટીમે જીતી નથી. મુંબઇએ જીતેલી મેચમાં સુપર ઓવર જીત પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp