આ ટીમે 42મી વખત રણજી ટ્ર્રોફી જીતી લીધી

PC: sports.ndtv.com

મુંબઈ અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફી 2024ની ફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ. આ ફાઇનલ મેચનું પરિણામ પાંચમા દિવસના બીજા સેશનમાં નીકળ્યું. મુંબઈની ટીમે વિદર્ભની ટીમને 169 રનોના અંતરથી હરાવી. તેની સાથે જ મુંબઈની ટીમે 42મી વખત રણજી ટ્રોફી પર પોતાનો કબજો કર્યો. આ સીઝનમાં મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણે હતો. તેની બેટ આખી સીઝન ચાલી નથી, પરંતુ ટીમને તેણે ચેમ્પિયન બનાવી દીધી. મુંબઈ માટે ફાઇનલમાં હીરો મુશીર ખાન રહ્યો,જેણે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી.

તો બોલિંગમાં તનુષ કોટિયાને જલવો વિખેર્યો. તેણે મેચમાં 7 વિકેટ લીધી. મુંબઈની ટીમે છઠ્ઠી વિકેટ માટે ખૂબ લાંબી રાહ જોવી પડી, પરંતુ તનુષ કોટિયાને તેને સદી બાદ LBW આઉટ કરી દીધો. તેણે રિવ્યૂ પણ લીધું, પરંતુ તે કામ ન આવ્યું. મુંબઈને વધુ એક સફળતા તુષાર દેશપાંડેએ અપાવી. તેણે બીજા બેટ્સમેન હર્ષ દુબેને આઉટ કર્યો. ઘણા સમયથી તે તેની વિરુદ્ધ શોર્ટ બોલિંગ કરી રહ્યો હતો. એ જ ટ્રેપમાં તેણે હર્ષ દુબેને 65 રનના અંગત સ્કોર પર ફસાવ્યો. તુષાર દેશપાંડેએ સરવતેને આઉટ કર્યો અને ટીમને આઠમી સફળતા અપાવી.

તનુષ કોટિયાને મુંબઈને 9મી સફળતા અપાવી. તેણે યશ ઠાકુરને સસ્તામાં આઉટ કર્યો અને મુંબઈને જીત નજીક પહોંચાડી દીધી. અહીથી ટાઇટલ જીતવા માટે મુંબઈને માત્ર એક વિકેટ જોઈતી હતી. અંતિમ સફળતા ધવલ કુલકર્ણીએ અપાવી. તે પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમવા ઉતર્યો હતો. આ પ્રકારે વિદર્ભની ટીમ 368 રનો પર ઢેર થઈ ગઈ અને મેચ 169 રનોના અંતરથી હારી ગઈ.

ઉલ્લેખનીય છે કે, મુંબઈની બીજી ઇનિંગ 418 રનો પર સમેટાઇ ગઈ હતી. જો કે તેને પહેલી ઇનિંગમાં 119 રનોની લીડ મળી હતી. એવામાં વિદર્ભની ટીમને 538 રનનો ટારગેટ મળ્યો હતો. મુંબઈ માટે બીજી ઇનિંગમાં મુશીર ખાને 136 રન બનાવ્યા. તો શ્રેયસ ઐય્યરે 95, કેપ્ટન અજિંક્ય રહાણે 73 અને શમ્સ મુલાનીએ 50 રન બનાવ્યા હતા. તો 538 રનનો પીછો કરતા વિદર્ભની 368 પર સમેટાઇ ગઈ હતી. આ રીતે મુંબઈની ટીમે 42મી વખત રણજી ટ્રોફી પર કબજો કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp