ચેન્નાઈ-લખનૌ બંને ટીમને એક-એક ઝટકો, આ ખેલાડી થયા બહાર

PC: BCCI

હાલમાં દુનિયાની સૌથી મોંઘી અને મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમાઈ રહી છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો દિગ્ગજ બોલર મુસ્તફિરજુર રહમાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ થનારી મેચથી બહાર થઈ ગયો છે, જ્યારે અન્ય એક એવા સમાચાર છે કે, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો યુવા ફાસ્ટ બોલર શિવમ માવી આ સિઝનથી બહાર થઈ ગયો છે. ચાલો તો આગળ જાણીએ કે આ બંને ખેલાડી કયા કારણોથી બહાર થયા છે.

મુસ્તફિજુર રહમાનના સનારાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચથી બહાર થવાનું કારણની વાત કરીએ તો તે T20 વર્લ્ડ કપને લઈને વિઝા પ્રોસેસ કરવા માટે બાંગ્લાદેશ ગયો છે અને આ જ કારણે સનરાઇઝર્સ હૈદરબાદ વિરુદ્ધ આગામી મેચનો હિસ્સો નહીં હોય. જો પાછા આવવામાં મોડું થાય છે ઓ તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચથી પણ બહાર થઈ શકે છે. T20 વર્લ્ડ કપનું આયોજન જૂનમાં થવાનું છે. આ વખત અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે. એવામાં ખેલાડીઓ માટે વિઝા પ્રોસેસ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.

વિઝાના કારણે મુસ્તફિજુર થોડા દિવસો માટે બાંગ્લાદેશ જતો રહ્યો છે જેથી તે પોતાના માટે વિઝા ઇશ્યૂ કરાવી શકે. ચેન્નાઈની IPLમાં આગામી મેચ 5 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે અને એવાં મુસ્તફિજુરનું તેમાં રમવું મુશ્કેલ છે. તે રવિવારે પાછો ભારત ફરે તેવી આશા છે. જો તે સોમવારે ફરે છે ઓ પછી એ જ દિવસે કોલકાતા સામે થનારી મેચથી પણ બહાર થઈ શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ ચેરમેન જલાલ યુનિસે મુસ્તફિજુરને લઈને જાણકારી આપી. તેમણે કહ્યું કે, વિઝા એપ્લાઈ કરવા માટે મુસ્તફિજુર રહેમાન IPLથી પાછો બાંગ્લાદેશ આવતો રહ્યો છે. તે કાલે US એમ્બેસીમાં પોતાની ફિંગરપ્રિન્ટ આપશે અને ત્યારબાદ ફરી ભારત માટે રવાના થઈ જશે.

તો શિવમ માવીની વાત કરીએ તો તે ઇજાના કારણે બહાર થયો છે. લખનૌ સુપર જાયન્ટ્સે શિવમ માવીનો એક વીડિયો જાહેર કરીને તેની જાણકારી આપી છે. તેમાં શિવમ માવીએ કહ્યું કે, હું ટીમને ખૂબ જ વધારે મિસ કરીશ. ઇજા બાદ હું ટીમમાં આવ્યો હતો અને વિચાર્યું હતું એક ટીમ સાથે મેચ રમીશ અને સારું પ્રદર્શન કરીશ. જો કે, દુર્ભાગ્યથી મારે જવું પડશે કેમ કે મને ઇજા છે.

તેણે આગળ કહ્યું કે, ક્રિકેટરે આ બધી વસ્તુઓ માટે માનસિક રૂપે ખૂબ મજબૂત રહેવું પડે છે કે જો ઇજા થઈ તો કેવી રીતે કમબેક કરવાનું છે અને કઇ વસ્તુ પર ધ્યાન આપવાનું છે. અમારી ટીમ ખૂબ સારી છે. ફેન્સ માટે એ જ સંદેશ છે કે લખનૌની ટીમને સપોર્ટ કરતા રહો. ફેન્સ વિના કંઇ જ નથી. જ્યારે તમે સપોર્ટ કરો છો તો ખૂબ સારું લાગે છે અને ખેલાડીઓને પણ કોન્ફિડેન્સ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp