બૉલ લાગવાથી મુસ્તફિઝુર રહેમાનને ઈજા, નાજુક હાલતમાં હૉસ્પિટલમાં દાખલ

PC: munsifdaily.com

બાંગ્લાદેશના દિગ્ગજ બોલર મુસ્તફિજૂર રહમાન હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઘટેલી ઘટના બાદ તેને ઇમરજન્સીમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. મુસ્તફિજુર રહમાન સાથે અકસ્માત ત્યારે થયો, જ્યારે તેઓ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની પોતાની ટીમ કોમિલા વિક્ટોરિયન્સ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. મુસ્તફિજુર રહમાનને આ ઇજા બેટ્સમેન લિટન દાસના એક શૉટ પર થઈ.

લિટન દાસ બાજુની નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે તેણે એક શૉટ માર્યો, ત્યારબાદ બૉલ સીધો મુસ્તફિજુર રહમાનના માથા પર લાગ્યો. બૉલ માથા પર લાગતા જ લોહી વહી નીકળ્યું અને ત્યાં અફરાતફરી મચી ગઈ. મુસ્તફિજુર રહમાનની પહેલા તો મેદાન પર જ લાગેલી સ્ટેન્ડબાય એમ્બ્યુલન્સમાં શરૂઆતી સારવાર થઈ, ત્યારબાદ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો.

પહેલા એવો ડર જરૂર હતો કે મુસ્તફિજુર રહમાનને ક્યાંક કોઈ ગાઢ ઇજા ન થઈ હોય કેમ કે જ્યારે બૉલ લાગ્યો ત્યારે તેના માથા પર હેલમેટ પણ નહોતું, પરંતુ હૉસ્પિટલમાં જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું તો તેમાં ખબર પડી કે બાંગ્લાદેશી બોલરને અકસ્માતમાં કોઈ આંતરિક ઇજા થઈ નથી. કોમિલા વિક્ટોરિયન્સના ફિઝિયો એસ.એમ. જાહિદુલ ઇસ્લામ સાજલે એક પ્રેસ રીલિઝ જાહેર કરીને મુસ્તફિજુર રહમાનની ઇજાને લઈને અપડેટ આપ્યું. તેમણે જણાવ્યું કે, મુસ્તફિજુર રહમાનના માથા પર ઇજા થઈ છે, જેની સારવાર કરવામાં આવી છે.

તેને ઓપરેશન કરીને ટાંકા લગાવવામાં આવ્યા છે. તે હાલમાં ડૉક્ટર્સની દેખરેખમાં છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં કોમિલા વિક્ટોરિયન્સે પોતાની આગામી મેચ સિલહેટ સ્ટ્રાઇકર્સ વિરુદ્ધ 19 ફેબ્રુઆરીએ રમવાની છે. ત્યારબાદ તેણે રંગપુર રાઈડર્સ અને ફોર્ચ્યૂન બારીશલ વિરુદ્ધ મેચ રમવાની છે. એવામાં આ મહત્ત્વની મેચ અગાઉ મુસ્તફિજુર રહમાન ઇજાગ્રસ્ત થઈને હૉસ્પિટલ પહોંચી જવું કોમિલા વિક્ટોરિયન્સ માટે કોઈ ઝટકાથી ઓછું નથી. હાલમાં બધાની એ જ ઈચ્છા હશે કે મુસ્તફિજુર રહમાન જલદી જ સારો થઈને આવતો રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp