‘પિતાને માનસિક સમસ્યા..’ ધોની-દેવ પર રોષે ભરાયા યોગરાજ તો યુવીનુ ઇન્ટરવ્યૂ વાયરલ
પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહના એક ઇન્ટરવ્યૂએ ક્રિકેટ જગતમાં હાહાકાર મચાવી દીધો છે. ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતાએ કપિલ દેવથી લઈને મહેન્દ્ર સિંહ ધોની સુધી પર જુબાની હુમલો કર્યો હતો અને તેમણે સપષ્ટ શબ્દોમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીના કારણે તેના પુત્રનું કરિયર ખતમ થયું. યુવરાજ 4-5 વર્ષ વધુ રમી શકતો હતો. કપિલ દેવ પર પણ તેમણે પ્રહાર કર્યો હતો અને કહ્યું કે હું તારી એ હાલત કરીશ કે દુનિયા તારા પર થૂંકશે.
યોગરજ સિંહનું એ ઇન્ટરવ્યૂ જ્યારે વાયરલ થયું તો દરેક એમ કહેવા લાગ્યું કે તેનું માનસિક સંતુલન બરાબર નથી. આ દરમિયાન તેમના પુત્ર યુવરાજ સિંહનું પણ એક જૂનું ઇન્ટરવ્યૂ વાયરલ થઈ ગયું, જેમાં તેણે સ્વીકાર્યું હતું કે તેના પિતાને માનસિક સમસ્યા છે, જેણે તે સ્વીકારે છે. યુવરાજ સિંહે લગભગ 9 મહિના અગાઉ TRS પૉડકાસ્ટ સાથે વાત કરતા આ વાત સ્વીકારી હતી કે તેના પિતાને માનસિક સમસ્યા છે અને તેઓ તેને સ્વીકારવા માગતા નથી, પરંતુ મને લાગે છે કે કંઈક એવું છે જેના પર તેમણે ધ્યાન આપવાની જરૂરિયાત છે. તેઓ તેને સ્વીકારવા માગતા નથી, જેમ હું સ્વીકારું છું કે મને થેરેપીની જરૂરિયાત છે.
Yuvraj Singh - "My father has mental issues". 👀#MSDhoni #YuvrajSinghpic.twitter.com/tgxiXHKAhy https://t.co/f6GnO65Id2
— Sports with naveen (@sportswnaveen) September 2, 2024
યોગરાજ સિંહે સ્વિચને આપેલા ઇન્ટરવ્યૂમાં ધોનીને લઈને કહ્યું હતું કે હું મહેન્દ્ર સિંહ ધોનીને ક્યારેય માફ નહીં કરું. તેણે પોતાનો ચહેરો કાચમાં જોવો જોઈએ. તે ખૂબ મોટો ક્રિકેટર છે, પરંતુ તેણે જે મારા પુત્ર સામે કર્યું એ બધુ હવે સામે આવી રહ્યું છે. તેને જિંદગીમાં માફ નહીં કરી શકાય. એ વ્યક્તિએ મારા દીકરાની જિંદગી તબાહ કરી દીધી છે. યુવરાજ 4-5 વર્ષ બધુ ક્રિકેટ રમી શકતો હતો. તેમણે કપિલ દેવને લઈને કહ્યું હતું કે હું જિંદગીમાં લોકોને દેખાડવા માગું છું કે યોગરાજ વસ્તુ શું છે, જેને તમે નીચે પાડ્યો.
તેમણે કહ્યું કે, આજે આખી દુનિયા તેના પગ નીચે છે. તેને સલામ કરે છે અને એ લોકો જેમણે ખૂબ ખરાબ કર્યું, કોઈને કેન્સર છે, કોઈનું ઘર તૂટી ગયું, કોઈ મરી ગયું અને કોઈના ઘરમાં દીકરો નથી. તમે સમજી રહ્યા છો હું કોની વાત કરી રહ્યો છું. એ વ્યક્તિએ જે કર્યું એ તમારા ગ્રેટેસ્ટ કેપ્ટન ઓફ ઓલ ટાઇમ મિસ્ટર કપિલ દેવ છે. તેને મેં કહ્યું હતું કે હાલત કરીને છોડીશ કે દુનિયા તારા પર થૂંકશે. આજે યુવરાજ સિંહ પાસે 13 ટ્રોફી છે અને તારી પાસે એક જ છે વર્લ્ડ કપ. વાત ખતમ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp