હાર થતા જ નસીમ શાહ મેદાન પર રડી પડ્યો, જુઓ રોહિત શર્માએ શું કર્યું

PC: ICC

T20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમે દિલધડક મુકાબલામાં પાકિસ્તાનને હરાવી દીધું હતું. આ હારને પાકિસ્તાની ટીમનો બોલર નસીમ શાહ પચાવી નહોતો શક્યો અને તે મેદાન પર જ રડી પડ્યો હતો. નસીમ શાહે ભારત સામે સરસ બોલિંગ કરી હતી, તેણે 3 વિકેટ લઈને ભારતીય ટીમને 119 રનમાં સીમિત કરી દીધી હતી, પરંતુ પાકિસ્તાનના બેટરોએ એવી ખરાબ બેટિંગ કરી કે નસીમ શાહને પણ બેટિંગ કરવા આવવું પડ્યું, છેલ્લી ઓવરમાં 18 રન જોઈતા હતા, પણ નસીમ શાહ અને તેનો સાથી આ ટાર્ગેટ નહોતા બનાવી શક્યા અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર થતા જ નસીમ શાહ મેદાન પર જ રડી પડ્યો હતો, પરંતુ આ જોતા ભારતીય ટીમના સ્ટાર કેપ્ટન રોહિત શર્મા તુરંત એની પાસે ગયો હતો અને તેને સાંત્વના આપી હતી, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

48 રન બાકી હતા ત્યારે 91% લોકો કહેતા હતા પાકિસ્તાન જીતશે પણ પછી આવ્યો બૂમરાહ...

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી દરેક મેચ માટે ક્રિકેટ ફેન્સ કાગડોળે રાહ જોતા હોય છે. તેમાં રોમાન્સ, ડ્રામા, ઇમોશન, અગ્રેશન બધુ જ જોવા મળી જાય છે, જે ફરી એક વખત ભારત પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યું. અત્યારે T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તેમ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને 9 જૂને આ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ, જેમાં ભારતીય ટીમે આ મેચ પોતાના નામે કરી લીધી. ભારતીય ટીમે જે.પી. નડ્ડા વર્લ્ડ કપની ઓછા સ્કોરવાળી મેચમાં શનદાર વાપસી કરતા પાકિસ્તાનને 6 વિકેટે હરાવી દીધી. એક તબક્કો હતો જ્યારે પાકિસ્તાનને જીતવા માટે 48 બોલમાં 48 રનની જરૂર હતી અને 8 વિકેટ હાથમાં હતી, પણ પછી આવ્યું બૂમરાહ નામનું વાવાઝોડું જેમાં પાકિસ્તાનની ટીમ આખી વિખેરાઈ ગઈ. 48 બોલમાં 48 રનની જરૂર હતી, ત્યારે 91 ટકા લોકો કહેતા હતા કે પાકિસ્તાન જીતશે અને 9 ટકા લોકો કહેતા હતા ભારત જીતશે, પણ બૂમરાહે 91 ટકા લોકોને ખોટા પાડ્યા હતા.

120 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ સીમિત 20 ઓવરમાં 113 રન જ બનાવી શકી. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બૂમરાહે 3, હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી, જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન મોહમ્મદ રિઝવાન (31)એ બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાની ટીમ એક સમયે 14 ઓવરના 3 વકેટ ગુમાવીને 80 રન બનાવીને સારી સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ વાપસી કરતા ભારતીય ટીમને જીત અપાવી દીધી.

મેચ પૂરી થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમે સારી બેટિંગ ન કરી. મને લાગ્યું કે, 10 ઓવર બાદ અમે સારી સ્થિતિમાં હતા, તમે આશા રાખો છો કે ખેલાડી પાર્ટનરશિપ કરશે. અમે 15-20 રન પાછળ હતા અને દરેક રન બનાવી રાખે છે. અમે 140 રનની આસપાસ હતા, છતા પણ બોલરોએ પોતાનું કામ કર્યું. રોહિત શર્મા બેટ્સમેનોના પ્રદર્શનથી થોડો ચિંતિત નજરે પડ્યો. તેણે કહ્યું કે, આ વિકેટ આયરલેન્ડ વિરુદ્ધ રમેલી વિકેટથી સારી હતી. ટીમમાં ક્યારેય હાર ન માનવાનું ઝનૂન છે. સ્કોર લેવલ 119 હતો અને અમે જલદી લીડ બનાવવા માગતા હતા, જે અમે ન કર્યું. પરંતુ અડધી ઓવરમાં એકજૂથ થયા અને અને કહ્યું કે, જે વસ્તુ અમારી સાથે થઇ શકે છે તો તેમની સાથે પણ થઈ શકે છે.

રોહિતે બૂમરાહને લઈને કહ્યું કે, દરેકનું થોડું ઘણું અંતર ઉત્પન્ન કરે છે. જેની પાસે બૉલ હોય છે તે અંતર ઉત્પન્ન કરે છે. બૂમારહ સતત મજબૂત થતો જઇ રહ્યો છે. હું તેની બાબતે વધારે વાત કરવા જઇ રહ્યો નથી, અમે ઈચ્છીએ છીએ કે તે આ વર્લ્ડ કપના અંત સુધી આ જ પ્રકારની માનસિકતામાં રહે. તે બૉલ સાથે શાનદાર છે. આ મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે હજારો દર્શક પહોંચ્યા હતા. રોહિત શર્માએ ફેન્સ બાબતે પૂછવા પર કહ્યું કે, દર્શક શાનદાર હતા. તેમણે ક્યારેય નિરાશ કર્યા નથી. અમે દુનિયામાં જ્યાં પણ રમીએ છીએ, તેઓ મોટી સંખ્યામાં આવે છે અને આમારું સમર્થન કરે છે. તેઓ પણ પોતાના ચહેરાની સ્માઇલ સાથે ઘરે જશે. અત્યારે તો ટૂર્નામેન્ટની શરૂઆત છે, અમારે હજુ ખૂબ આગળ જવાનું છે.

મેચ બાદ બાબર આઝમે કહ્યું કે, અમે બોલિંગ તો સારી કરી. બેટિંગમાં એક બાદ એક વિકેટ ગુમાવી અને ઘણા ડોટ બૉલ રમ્યા. સરળતાથી રમવાની રણનીતિ હતી. માત્ર સ્ટ્રાઈક રોટેટ કરવી અને વિષમ બાઉન્ડ્રી લગાવવી, પરંતુ આ દરમિયાન અમે ઘણા ડોટ બૉલ રમ્યા. નીચેના ક્રમના બેટ્સમેનો પાસે વધારે આશા નહીં રાખી શકીએ. અમારું મન પહેલી 6 ઓવરનો ઉપયોગ બેટિંગ કરવાનું હતું, પરંતુ એક વિકેટ પડી અને પહેલી 6 ઓવરમાં અમે આશા મુજબ નહોતા. પીચ સારી દેખાઈ રહી હતી. બૉલ સારી રીતે આવી રહ્યો હતો. એ થોડી ધીમી હતી અને કેટલાક બૉલમાં અતિરિક્ત ઉછાળ હતો. અંતિમ 2 મેચ દરેક સ્થિતિમાં જીતવી પડશે. બેસીશું અને પોતાની ભૂલો બાબતે વાત કરીશું, પરંતુ અંતિમ 2 મેચ તરફ જોઈ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp