નાસિર હુસૈને IPLને આપ્યો T20 WC માટે ઇંગ્લેન્ડની તૈયારીનો શ્રેય, જાણો શું બોલ્યા

PC: espncricinfo.com

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમને તૈયાર કરવાનો શ્રેય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ને આપ્યો છે. ઇંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ 15માંથી 8 ખેલાડી IPLનો હિસ્સો હતા. જો કે, પાકિસ્તાન સામેની સીરિઝના કારણે કોઈ પણ ખેલાડી પ્લેઓફની મહત્ત્વની મેચો રમી શક્યો નહોતો. ઇંગ્લેન્ડના ખેલાડી IPL પૂરી થવા અગાઉ પાછા જતા રહ્યા હતા. તેમાં જોસ બટલરનું નામ પણ સામેલ હતું. તેનું સૌથી વધુ નુકસાન રાજસ્થાનની ટીમને ઉઠાવવું પડ્યું.

ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી શકી નહોતી. તો ઈંગ્લેન્ડ વર્સિસ પાકિસ્તાન સીરિઝની વાત કરી તો 4 મેચોની આ સીરિઝની 2 મેચ વરસાદને ભેટ ચઢી ગઈ, જ્યારે 2 મેચમાં મેજબાન ટીમે સરળતાથી જીત હાંસલ કરી. નાસિર હુસેને સ્કાઇ સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે, તે ખૂબ સંતુલિત ટીમ છે, તેણે ઘણી મોટી મેચ રમી છે. આપણે IPL બાબતે વધારે વાત કરતા નથી અને એ તમને એક ક્રિકેટર તરીકે કેવી રીતે તૈયાર કરે છે, પરંતુ એ મોટી મેચોમાં પણ તમને તૈયાર કરે છે અને દબાવ અને ફેન્સની મોટી સંખ્યા વચ્ચે પણ એ તમને વર્લ્ડ કપમાં જવા માટે તૈયાર કરે છે.

તેમણે કહ્યું કે, એટલે તેમણે એ બધુ કર્યું જે તેઓ કરી શકતા હતા. ટીમ ટૂર્નામેન્ટમાં સારી સ્થિતિમાં છે અને આગળ તે વર્લ્ડ કપ 2023ની જેમ સારી શરૂઆત કરતી નથી તો તેને પ્લાન Bની જરૂરિયાત પડશે. નાસિર હુસેને કહ્યું કે, તેમણે 50 ઓવરના વર્લ્ડ કપથી સારું પ્રદર્શન કરવું પડશે. તેઓ ખૂબ આશાઓ સાથે ઉતર્યા હતા, પરંતુ શરૂઆત સારી ન રહી અને તેમણે સારી પ્રતિક્રિયા ન આપી. એટલે તેને પ્લાન Bની જરૂરિયાત છે. બટલરની કેપ્ટન્સીમાં ટીમે એવી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડશે.

નાસિર હુસેને કહ્યું કે, જો આપણે સારી શરૂઆત કરતા નથી, જો વસ્તુ સારી હોતી નથી, તો આપણે કેવી પ્રતિક્રિયા આપીશું? પરંતુ બટલર અને આ ટીમાં જે કંઇ પણ છે, એ હેઠળ તે વાસ્તવમાં સારી સ્થિતિમાં છી. તેણે બસ આગળ વધવાનું છે અને તેને (પ્રદર્શન) કરવાનું છે. ઈંગ્લેન્ડ કોઈ વોર્મઅપ મેચ રમવાની નથી. તે સીધી વેસ્ટ ઈન્ડીઝ જશે, જ્યાં તે 4 જૂને ગ્રુપ સ્ટેજમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ પહેલી મેચ રમશે. ત્યારબાદ 8 જૂને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp