શું પંડ્યા અને નતાશાએ જાણી જોઈને ફેલાવી છૂટાછેડાની અફવા? શું ફાયદો?

PC: instagram.com/natasastankovic__

છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી છૂટાછેડાની અટકળો બાદ હવે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના કેસમાં નવો વળાંક આવ્યો છે. સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશાએ હાર્દિક સાથેની તેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર એક નવીનતમ પોસ્ટ સાથે ફરીથી પોસ્ટ કરી છે. નતાશાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોતા જાણવા મળે છે કે લગ્ન સહિત હાર્દિક સાથેના તમામ ફોટા જે પહેલા ગાયબ થઈ ગયા હતા. હવે તે બધા તેના ફીડ પર ફરીથી દેખાય છે. એવું લાગે છે કે નતાશાએ તે ફોટાને ડિલીટ કરવાને બદલે તેને છુપાવી દીધા હતા અથવા તેને આર્કાઇવ કર્યા હતા અને પછી સેટિંગ્સમાં જઈને પુનઃસ્થાપિત કર્યા હતા.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેના સંબંધો ફરી સુધર્યા છે કે પછી ક્યારેય બગડ્યા જ નથી? શું બધું માત્ર પબ્લિસિટી સ્ટંટ હતું? શું આ બધું IPLમાં હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મ અને તે પહેલા સ્ટેડિયમમાં તેના પર સતત બૂમાબૂમ અને ટીકાઓ પરથી ધ્યાન હટાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું? યાદ રહે કે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે અચાનક રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવીને ગુજરાત ટાઈટન્સ માંથી લેવામાં આવેલા હાર્દિક પંડ્યાને સુકાનીપદ સોંપી દીધું, ત્યારે સૌ કોઈ ચોકી ગયું હતું, તેના પછી તો સોશિયલ મીડિયાથી લઈને મેદાન સુધી, રોહિત શર્મા અને મુંબઈના પ્રામાણિક ચાહકો હાર્દિકની પાછળ જ પડી ગયા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by @natasastankovic__

તાજેતરમાં, એક Reddit પોસ્ટ પર, એક યુઝરે પૂછ્યું હતું, 'શું નતાશા અને હાર્દિક અલગ થઈ ગયા?' આ પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, નતાશાએ તેના યૂઝરનેમમાંથી હાર્દિકની સરનેમ પણ હટાવી દીધી છે. તેણે તમામ જૂના ફોટા ડિલીટ કરી દીધા છે. આટલું જ નહીં બંને એકબીજા સાથેની તસવીરો પણ પોસ્ટ કરી રહ્યાં નથી. આ પોસ્ટમાં હાર્દિકની IPL 2024ની મેચોમાં નતાશાની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. નતાશાનો જન્મદિવસ 4 માર્ચે હતો અને તે દિવસે હાર્દિક તરફથી કોઈ પોસ્ટ નહોતી. નતાશાએ તેની અને હાર્દિકની તમામ તાજેતરની પોસ્ટ પણ હટાવી દીધી હતી, સિવાય કે અગસ્ત્ય તેમની સાથે હતો.

નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ 31 મે, 2020ના રોજ લગ્ન કર્યા અને બે મહિના પછી 30 જુલાઈના રોજ તેમના પ્રથમ પુત્ર અગસ્ત્યનું આ દુનિયામાં સ્વાગત કર્યું. તેઓએ 14 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં તેમના લગ્નની પ્રતિજ્ઞાનું નવીકરણ કર્યું. કદાચ તે એક ભવ્ય ઉજવણી ઇચ્છતા હતા, જે કોરોનાના સમયગાળા દરમિયાન શક્ય નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp