ઓસ્ટ્રેલિયન નાથન લાયનના મતે આ બે ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાશે

PC: twimg.com

વર્લ્ડ કપ 2023માં લીગ સ્ટેજની મોટા ભાગની મેચો ખતમ થઇ ચૂકી છે. એવામાં અમુક ટીમો માટે સેમીફાઈનલમાં જવાનો અને અમુક માટે બહાર થવાનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ટેસ્ટ બોલર નાથન લાયને એ બે ટીમોનું નામ આપ્યું છે, જે તેના અનુસાર વર્લ્ડ કપની ફાઈનલમાં રમશે. લાયનને લાગે છે કે વર્લ્ડ કપની આ ટૂર્નામેન્ટની ફાઈનલ પોઇન્ટ ટેબલમાં ટોપ પર મોજૂદ ભારત અને ચોથા સ્થાને રહેનાર ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાશે.

https://khabarchhe.com/uploads/mc_path/169865961074.jpg

આ ટૂર્નામેન્ટમાં ભારતે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીમાં વર્લ્ડ કપ 2023માં એક પણ મેચ ન હારનારી એકમાત્ર ટીમ છે. રોહિત શર્માના નેજામાં ટીમે અત્યાર સુધીમાં પોતાની દરેક 6 મેચો જબરદસ્ત અંદાજે જીતી છે. પાંચ વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા શરૂઆતની બે મેચો હારી હતી. પણ ત્યાર પછી તેણે લય હાંસલ કરી બાકીની 4 મેચો જીતી પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગઇ.

સેન 1170 બ્રેકફાસ્ટ પર બોલતા નાથન લાયને ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઇનલ થવાની વાત કહી. સાથે જ ભારત પર ઘરેલૂ ફેંસના પ્રેશરનો પણ ઉલ્લેખ કર્યો.

તેણે કહ્યું કે, પ્રામાણિકતાથી કહું તો મારું માનવું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઇનલ થશે. ભારત મારા માટે નંબર એક છે અને એ જોવું રસપ્રદ છે. ભારત પર આખા દેશની આશાઓનું પ્રેશર પણ છે, જેઓ ભારતીય ટીમને જીતવા માટે આશા કરી રહ્યા છે. ભારતીય ફેન્સ ઘણાં ભાવુક છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પણ જોર લગાવી શકે છે.

લીગ સ્ટેજમાં ભારતે પોતાની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો અને તેને ખરાબ રીતે હરાવ્યું હતું. ચેન્નઈમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 49.3 ઓવરમાં 199 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના જવાબમાં ભારતીય ટીમે 41.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 201 રન બનાવતા જીત હાંસલ કરી હતી. આ પહેલા ભારતીય જમીન પર બંને ટીમોની વચ્ચે રમાયેલી 3 મેચોની વનડે સીરિઝમાં પણ 2-1થી ભારતે જીત નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp