કોહલી સાથે ઝઘડો કરનાર નવીન પર 20 મહિનાનો પ્રતિબંધ, જાણો કયા ગુનાની મળી સજા

PC: jagran.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભારતીય ટીમના રન મશીન વિરાટ કોહલી સાથે ઝઘડો કરનાર અફઘાની ખેલાડી નવીન ઉલ હક પર 20 મહિનાનો પ્રતિબંધ લાગ્યો છે. આ બેન યુનાઈટેડ અરબ અમીરાત (UAE)ની ILT20 લીગે લગાવ્યો છે. નવીન ઉલ હક પર લીગના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે આ પ્રતિબંધ લાગ્યો છે. તે આ લીગની આગામી 2 સીઝનનો હિસ્સો નહીં લઈ શકે. નવીન ઉલ હક આ લીગમાં શારજાહ વોરિયર્સ તરફથી રમે છે. તેણે પોતાની ટીમ સાથે બીજી સીઝન માટે રિટેન્શન નોટિસ સાઇન કરવાની ના પાડી દીધી હતી.

આ કારણે તેના પર 20 મહિનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નવીન ઉલ હક વર્ષ 2024-25માં આ લીગમાં સામેલ નહીં થઈ શકે. વોરિયર્સે નવીન ઉલ હકને પહેલી સીઝનના જ નિયમ અને શરતો પર રિટેન્શન નોટિસ સાઇન કરવા કહ્યું હતું. જ્યારે અફઘાની ઓલરાઉન્ડરે ના પડી દીધી તો તેણે ILT20ને આ મામલે દખલઅંદાજી કરવા કહ્યું હતું. પહેલા ILT20એ મધ્યસ્થ બનીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે એમ ન થયું તો લીગની અનુશાસન સમિતિને આ નિર્ણય લીધો.

તેણે કહ્યું કે, અમે આ નિર્ણયને સંભળાવતા ગર્વ અનુભવી રહ્યા નથી, પરંતુ દરેક પાર્ટીએ પોતાના કોન્ટ્રાક્ટની શરતોનું પાલન કરવું જોઈએ. નવીન ઉલ હક એવું કરવામાં નિષ્ફળ રહ્યો છે અને આ કારણે તેના પર 20 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.’ નવીન ઉલ હક આ નિર્ણયથી વધુ નિરાશ નહીં થાય કેમ કે તેણે દક્ષિણ આફ્રિકા SA20 લીગની ડર્બન સુપર જાયન્ટ્સ સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો છે. આ ટીમ એ જ ગ્રુપની છે જે IPLની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક છે. આ લીગ એ જ સમય પર રમાશે, જ્યારે ILT20 લીગ રમાય છે.

નવીન ઉલ હક IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. આ વર્ષે લીગમાં રમતા નવીન ઉલ હક ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે ઝઘડી પડ્યો હતો. આ કારણે ખૂબ વિવાદ પણ થયો હતો. તેને ખૂબ ટ્રોલ પણ કરાયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના તત્કાલીન મેન્ટર ગૌતમ ગંભીરે પણ આ બાબતે નવીન ઉલ હકનો સાથ આપ્યો હતો. જો કે ત્યારબાદ વર્લ્ડ કપ મેચ દરમિયાન બંને વચ્ચે સમાધાન થવાના સમાચાર સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp